રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા કાલે રવિવારે તા.૨૬મીએ “સાઈકલોથોન” નું આયોજન

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા કાલે રવિવારે તા.૨૬મીએ “સાઈકલોથોન” નું આયોજન
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા કાલે રવિવારે તા.૨૬મીએ “સાઈકલોથોન” નું આયોજન.

રાજકોટ શહેર મહાનગરપાલિકા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” નું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રવિવારે તા.૨૬/૧૨/૨૦૨૧ નાં રોજ સવારે ૭.૧૫ વાગ્યે શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજ્યનાં વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના માન. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી માન. ડૉ.ધનસુખભાઈ ભંડેરીના ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયાની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીશ્રી બીનાબેન આચાર્ય, અધ્યક્ષશ્રી બક્ષીપંચ મોરચા, પ્રદેશ ભાજપ ઉદયભાઈ કાનગડ મુખ્ય મહેમાન ડેપ્યુટી મેયરશ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ રાઠોડ, શ્રી જીતુભાઈ કોઠારી, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, અતિથિ વિશેષ. શાસકપક્ષ નેતાશ્રી વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતાશ્રી ભાનુભાઈ સોરાણી અને શાસકપક્ષ દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ શહેરીજનો સાયકલિંગ કરવા પ્રેરાય અને આ માધ્યમથી તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે અત્યાર સુધીમાં ખુબ જ પ્રેરણાદાયી અને પ્રોત્સાહક કામગીરી કરી છે. તે સર્વ વિદિત છે ત્યારે આવતીકાલે રવિવારે ફરી એક વખત આપણું રાજકોટ સાયક્લોત્સવ ઉજવશે. “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન” ઇવેન્ટ  માટે બે રૂટ નક્કી કરવામાં આવેલ છે. જેમાં રૂટ-૧ માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેથી ગેઈટથી જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, એસ.ટી.બસ સ્ટેન્ડ, નાગરિક બેંક ચોક, ઢેબરભાઈ રોડ ત્યાંથી પછી જમણી બાજુ વળતા પાસપોર્ટ ઓફિસ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, એસ્ટ્રોન ચોક, અમિન માર્ગ, RML ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાનામવા સર્કલ ત્યાંથી પછી જમણી બાજુ વળતા મોકાજી સર્કલ ત્યાંથી પછી જમણી બાજુ વળીને ક્રિસ્ટલ મોલ, એસ.એન.કે. સ્કૂલ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-૧ પૂર્ણ થશે. જ્યારે રૂટ-૨ માં શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સમાં સરદાર પટેલ લાઈબ્રેરી પાસેના ગેઈટથી જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, એન.સી.સી. સર્કલ, બાલ ભવન ગેઈટ, રેસકોર્સ, અને ત્યાંથી શ્રી શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે પરત આવી રૂટ-૨ પૂર્ણ થશે. આ સાયક્લોથોન માં અત્યારસુધી માં ૭૭૫ થી વધુ રજીસ્ટ્રેશન થઇ ગયેલ છે. હજુ આજે રાત્રીના ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!