વાંકલ ગામે નિર્માણ થયેલા બ્રીજ નું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે લોકાર્પણ થયું…

વાંકલ ગામે 1,64 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રીજ નું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે લોકાર્પણ થયું…
માંગરોળ,માંડવી ના 30 થી વધુ ગામોના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઈ
માંગરોલ, દેગડીયા :
માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ઉપર રૂ. 164 લાખના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજનું લોકાર્પણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવતા માંગરોળ અને માંડવી તાલુકાના ૩૦ જેટલા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા હલ થઇ છે.
વાંકલ ગામે ભુખી નદી ઉપર ના ડુબાઉ પૂલના કારણે ચોમાસા માં વાહન વ્યવહાર અટકી જતો હતો જેથી માંગરોળ અને માંડવી તાલુકાના વિવિધ ગામના લોકો ભુખી નદી પર બ્રિજ બનાવવાની માગણી કરી રહ્યા હતા તેમજ બણભા ડુંગર ખાતે વન પ્રવાસન કેન્દ્રનું નિર્માણ થતાં વાંકલ આંબા પારડી માર્ગ પર વાહન વ્યવહાર વધી ગયો હતો જેથી બ્રિજ બનાવવાની માંગ વધી ગઈ હતી ધારાસભ્ય ગણપતભાઇ વસાવા એ લોક રજૂઆતના પગલે સરકારમાં ધારદાર રજૂઆતો કરતાં રાજ્ય સરકારે બ્રિજના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત્ રીતે લોકાર્પણ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા તેમજ ગામના સ્થાનિક આગેવાનો નારણભાઈ પટેલ, ઠાકોરલાલ ચૌધરી, દાઉદભાઈ પટેલ સોમાભાઇ ચૌધરી શૈલેષભાઈ મૈસુરીયા વગેરે હાજર રહ્યા હતા
રિપોર્ટ નિલય ચૌહાણ દેગડીયા )માંગરોલ સુરત)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756