સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી
માંગરોલ, દેગડીયા :સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે સપ્તધારા અંતર્ગત ખેલકૂદ, વ્યાયામ અને યોગધારા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 100 મીટર દોડ, કબડ્ડી, ખો-ખો, બેડમિન્ટન, ચેસ તથા ક્રિકેટ જેવી સ્પર્ધાઓનું ઇન્ટર ક્લાસીસ ટુર્નામેન્ટનું આયોજન કરી ઉજવણી કરાઈ હતી. આ સમગ્ર સ્પર્ધાઓનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. ડૉ. વાય. એલ. ચૌધરી તથા વ્યાયામ અને યોગ ધારાના સંયોજક પ્રા. કુમાર ગામીત, નિખિલ ચૌધરી, અબુ સુફિયાન અને ગ્રંથપાલ તૃપ્તિ ચૌધરી તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને કોલેજના આચાર્યશ્રી ડૉ. પાર્થિવ કે. ચૌધરીના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરી રમતગમત ક્ષેત્રે આગળ વધી પોતાનું અને કોલેજનું નામ રોશન કરવા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા ખેલાડીઓને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા (માંગરોલ સુરત)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756