રાજ્યના S.C./S.T ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આવક મર્યાદા 2.50થી વધારી 8 લાખ કરવા માંગ ઉઠી

રાજ્યના S.C./S.T ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આવક મર્યાદા 2.50થી વધારી 8 લાખ કરવા માંગ ઉઠી
Spread the love

રાજ્યના S.C./S.T ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આવક મર્યાદા 2.50થી વધારી 8 લાખ કરવા માંગ ઉઠી
માંગરોળ ઉમરપાડા ના અગ્રણી નિવૃત આઇ.એ.એસ. અધિકારી જગતસિંહ વસાવા એ મુખ્યમંત્રીને રજૂઆત કરી

માંગરોલ, દેગડીયા : માંગરોળ ઉમરપાડા ના અગ્રણી અને નિવૃત્ત આઇ એમ.એસ. અધિકારી જગતસિંહ વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી એસ.સી એસ.ટી ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે આવક મર્યાદા રૂ.2.50 લાખથી વધારી 8 લાખ કરવા માંગ કરી છે
રાજ્યમાં ને ખાસ આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપના લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૨.૫ લાખની છે. સામાન્ય કુટુંબના મોટા ભાગના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મુશ્કેલીનો ભોગ બને છે. કિમિલિયર સર્ટિફિકેટ માટે ઓ બી સી કેટેગરીના વિદ્યાર્થીઓની આવક મર્યાદા ૮ લાખ કરવામાં આવેલ છે. છેલ્લા દસેક વર્ષમાં મળેલા પગારપંચ ના કારણે ચોથા વર્ગના કર્મચારીઓના પગારની વાર્ષિક આવક મર્યાદા ૨.૫ લાખ કરતા પણ વધી જાય છે. જેના કારણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અસંખ્ય વિદ્યાર્થીઓ આ આવક મર્યાદાના કારણે શૈક્ષણિક શિષ્યવૃતિના લાભાર્થી વંચિત રહી જાય છે. વધુમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી લાવવા છતાં પણ આવક મર્યાદાના કારણે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ મા શિષ્યવૃતિ નો લાભ નહિ મળવાના કારણે ઉચ્ચ શિક્ષણના અભ્યાસ થી વંચિત રહી જાય છે. તેમજ અધ વચ્ચેથી અભ્યાસ છોડવા મજબુર થવું પડે છે. આથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને
સ્કોલરશીપનો લાભ મળે તે માટે આવક મર્યાદા ૨.૫ લાખથી વધારીને ૮ લાખ કરવા વિનંતી સહ ભલામણ કરી છે

૨. વધુમાં ST વિદ્યાર્થીનીઓ માટે આવક મર્યાદામાં છૂટ હોવા છતાં આવકના દાખલાની આદિજાતિ અધિકારીએ માંગણી કરે છે તેથી વિદ્યાર્થીનીઓને આવકના દાખલાઓ ઢાવવામાં મુશ્કેલીઓ પડે છે. અને ફક્ત online અરજીઓ સ્વીકારવામાં આવે છે. તેનું portal અમૂક સમય મર્યાદા સુધીજ ચાલુ હોય છે તેથી પણ વિદ્યાર્થીનીઓ સ્કોલરશીપથી વંચિત રહી જાય છે તેથી off line અરજીઓ લેવા પણ સબંધિત ખાતા વિભાગને સૂચના આપવા નમ્ર વિનંતી છે.

રિપોર્ટ : નિલય ચૌહાણ દેગડીયા ( માંગરોલ સુરત)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!