રાજકોટ ની કુખ્યાત ડ્રગ્સ પેડલરના ત્રાસથી યુવાને આપઘાત કર્યો

રાજકોટ ની કુખ્યાત ડ્રગ્સ પેડલરના ત્રાસથી યુવાને આપઘાત કર્યો.
રાજકોટ શહેર યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જયેશ કિશોરભાઈ રાઠોડ જાતે.વાળંદ ઉ.૩૭ નામના યુવાને ગત સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ મામલે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં હેડ.કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષ્મણભાઈ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાં તપાસ કરતા પ્રથમ યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. તેમજ અંતિમવિધિ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી પોલીસે ફરી પરિવારજનોની મુલાકાત લઈ નિવેદન નોંધવા તજવીજ કરેલી. જો કે સુધાના ત્રાસથી સમસમી ગયેલો અને પુત્રના આપઘાતથી શોકમાં ગરક હોવાથી ગઈકાલે ફરિયાદ ન આપી આજે સવારે A.C.P પી.કે.દિયોરા, P.I એ.એસ.ચાવડા સહિતના અધિકારીઓએ ન્યાયની ખાતરી આપતા હિંમત પૂર્વક મૃતકના પિતા કિશોરભાઈ અને મૃતકનું ભાઈ કિરણ ઉર્ફે કાનો રાઠોડ યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. પોલીસ IPC કલમ-૩૦૬ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ કરી છે. ફરિયાદની તજવીજ થઈ રહી હતી ત્યારે DCP ઝોન-૧ પ્રવિણકુમારે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, પરિવારનો આક્ષેપ છે કે, અનેક વખત NDPS અને અન્ય ગુનામાં સંડોવાયેલી સુધા અને તેમનો પુત્ર મયુર અને અન્ય લોકો મૃતકે આપઘાત કર્યો તેની આગલી રાત્રે મૃતકના ઘરે ગયેલા પણ દરવાજો બંધ હોવાથી પરત નીકળી ગયેલા, સુધા તા.૨૪/૧૨ સુધી જેલમાં હતી પણ જામીન પર છુટેલી, તે બાદ તે જયેશ પોલીસનો બાતમીદાર હોવાની શંકા હોવાથી સુધા તેને શોધતી હતી. એ બાદ જયેશને તે ધાક ધમકી આપતી હતી. તેવો પરીવારનો આક્ષેપ છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યા મુજબ જયેશ પહેલા ઘર પાસે જ પાનની દુકાન ચલાવતો પરંતુ સુધા અવાર નવાર ત્યાં ઝઘડો કરવા આવતી હોવાથી તેને દુકાન બંધ કરી દેવી પડી હતી. ગુજરાન ચલાવવા તે ભાડે રીક્ષા લઈ ચલાવતો હતો. જયેશ એક બેન અને બે ભાઈમાં વચેટ હતો. તેમના ૧ વર્ષ પહેલાં પત્ની સાથે મનદુ:ખ થતા છુટાછેડા થઈ ગયા હતા. મૃતક જયેશના માતાએ આરોપ લગાવતા હૈયાફાટ રૂદન કરતા જણાવ્યું હતું કે, સુધાના ત્રાસથી મારા દિકરાએ ગળાફાંસો ખાધો છે. પોલીસે તેને પણ એવી જ સજા આપે તેવી કાર્યવાહી કરવી જોઈએ. નફ્ફટ સુધા જયારે મારા દિકરાને મળવા આવી હતી ત્યારે મેં તેને અટકાવી તો મને બોલતી ગઈ કે મારી વિરૂદ્ધ ૫૧ કેસ કર તોય તારું પોલીસમાં કશું નહીં હાલે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756