મહિલા મજૂર અને નાબાલીક બાળકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત

મહિલા મજૂર અને નાબાલીક બાળકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત.
મહિલા મજૂર અને નાબાલીક બાલકોની સુરક્ષાને ધ્યાને લઈ સાબરકાંઠા જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવા ના બને તે હેતુથી લેબર કોન્ટ્રાકટરે મહિલા મજૂર અને તેમના બાળકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી પડશે તેમજ મહિલા મજૂર અને તેમના બાળકોની સંપુર્ણ વિગતો પોલીસને આપવાની રહેશે.
સાબરકાંઠા જીલ્લામાં માર્ગ અને મકાન બાંધકામની જગ્યાઓ,ઇંટની ભઠ્ઠીઓ, પથ્થરની ખાણો,ખાણ વિગેરે સ્થળોએ કામ કરતા મહિલા મજૂરો અને નાબાલીક બાળકો માટે સંબંધિત મજૂર ઠેકેદારો દ્રારા પાણી, વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિક સુવિધા સાથેના રહેણાંક ફરજીયાત ઉપલબ્ધ કરાવાનાં રહેશે. તેમજ આ પ્રમાણેની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરનુ નામ –સરનામુ તથા મોબાઇલ નંબર, મહિલા મજૂર/નાબાલીક બાળકનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, નામ,ઉંમર, હાલનુ સરનામુ,ફોન નંબર, મુળ વતનનુ સરનામુ,ગામ, તાલુકો, જીલ્લો, રાજ્ય, મજૂરીનુ સ્થળ , કંપનીનુ નામ, મહિલા મજૂર/નાબાલીક બાળકના વતનના સ્થાનિક પો. સ્ટે.નુ સરનામુ, સંપર્ક નંબર તથા વતનના આગેવાનનુ નામ સરનામુ અને સંપર્ક નંબર,મહિલા મજૂર ક્યારથી કામે રાખેલ છે, ફોટા સાથેનુ આઇ.ડી.પ્રુફ, આ જીલ્લામાં તેમના કોઇ સંબંધીત હોય તો તેમના નામ સરનામા, સંપર્ક નંબર તથા આ મહિલા મજૂર/નાબાલીક બાળકને પાણી,વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિક સુવિધા સાથે રહેણાંક ઉપલબ્ધ કરાવેલ છે કે વિગેરે માહિતી આપવાની રહેશે.
આ હુકમ તા. ૬ મે ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756