સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ ગાર્ડ અને હથીયારની વિગતો પોલીસને આપવી ફરજીયાત

સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ ગાર્ડ અને હથીયારની વિગતો પોલીસને આપવી ફરજીયાત
Spread the love

સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ ગાર્ડ અને હથીયારની વિગતો પોલીસને આપવી ફરજીયાત.
સાબરકાંઠા જીલ્લામાં ખાનગી સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકો અને જીલ્લા બહાર ખાનગી સીક્યુરીટી કંપની ચલાવતા હોય પણ તેઓની કંપનીના ગાર્ડ અત્રેના જીલ્લામાં ફરજ બજાવતા હોય તેવી કંપનીના સંચાલકોએ તેઓની કંપનીમાં હથીયાર તથા બિનહથીયારી તથા પરપ્રાંતિય ગાર્ડની વિગતો પોલીસ સ્ટેશને આપવા કલેક્ટરશ્રી દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.
ખાનગી સીક્યુરીટી એજન્સીના માણસો/ કર્મચારીઓ લાયસન્સવાળા હથીયારો સાથે જાહેર જગ્યામાં ફરે છે અને લોનના હપ્તા ઉઘરાવવા અને જમીનના વિવાદોમાં જઈ લાયસન્સવાળા હથીયારોનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ અત્રેના જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ખાનગી સીક્યુરીટી ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોઇ પોલીસ સ્ટેશને આ વિગતો આપવી ફરજીયાત છે. સીક્યુરીટી ગાર્ડનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સીક્યુરીટી અથવા પેઢી/ફેક્ટરીનુ નામ,માલિકનુ નામ-સરનામુ તથા સંપર્ક નંબર, પરપ્રાંતિય ગાર્ડ હથીયાર/બિનહથીયારીનુ નામ હાલનુ સરનામુ ટેલીફોન/મોલાઇલ નંબર તથા વતનનુ સરનામુ તેમજ ફરજ સ્થળનુ સરનામુ અને સંપર્ક નંબર,નોકરીએ રાખ્યા તારીખ,કોના રેફરન્સ પરિચયથી નોકરી રાખેલ છે તે સ્થાનિક રહિશનુ પુરૂ નામ-સરનામું,સંપર્ક નંબર, હથીયારી લાયસન્સની વિગત અને હથીયારનુ વર્ણન, હથીયાર લાયસન્સનો માન્ય એરીયા તથા રીન્યુ તારીખ વગેરે વિગતો સીક્યુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ પોલીસને આપવાની રહેશે.
આ હુકમ તા. ૬ મે ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!