રાજકોટ : મોરેશિયસના રાષ્ટ્રપતિના આગમનના આયોજન અંગે યોજાયેલી બેઠક.

રાજકોટ : કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મોરેશિયસના રાષ્ટ્રપતિના આગમનના આયોજન અંગે યોજાયેલી બેઠક.
રાજકોટ માં મોરેશિયસના રાષ્ટ્રપતિશ્રીની રાજકોટની મુલાકાતના આયોજન અંગે જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે અધિક નિવાસી કલેક્ટર કે.બી.ઠક્કરે ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા. કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. DCP શ્રી પ્રવિણકુમારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓને તેમના આઇ.કાર્ડ અચૂક સાથે રાખવા તાકીદ કરી હતી. જીલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી અને પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડે મોરેશિયસના રાષ્ટ્રપતિના આગમન સમયે યોજાનાર રોડ શો તથા અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ વિશે ની વિગતોથી જીલ્લા કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા. મોરેશિયસના રાષ્ટ્રપતિને અપાનારા ગાર્ડ ઓફ ઓનર વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર રોડ શો દરમ્યાન યોજાનારા સાંસ્કૃતિક તથા અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા આત્મીય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે.યુનિવર્સિટી, જીનીયસ સ્કુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ વગેરે સંસ્થાઓના સભ્યોને સમયસર નિયત સ્થળોએ ગોઠવાઈ જવા કલેકટરશ્રીએ આદેશ આપ્યા હતા. આ બેઠકમાં એડિશનલ કલેક્ટરશ્રી એન.એફ.ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.આર.ધાધલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, પ્રાંત અધિકારીશ્રી પ્રતાપ વર્મા, શ્રી વીરેન્દ્ર દેસાઈ અને શ્રી ચૌધરી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણ, જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજસિહ વાઘેલા, જીલ્લા રમત-ગમત અધિકારીશ્રી પાંડાવદરા અને શ્રી જાડેજા તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756