પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને પડતર માંગણી પુરી કરવા ધારાસભ્ય એ મુખ્યમંત્રી ને કરી રજુઆત

પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને પડતર માંગણી પુરી કરવા ધારાસભ્ય બાબુભાઈ વાજાએ મુખ્યમંત્રી ને કરી રજુઆત
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ શિક્ષકો ઘણા સમયથી માંગણી કરી રહયા છે ખાસ કરી ને જૂની પેન્શન પદ્ધતિ ફરીથી શરૂ કરવા તેમજ આ સિવાય પડતર માંગણીઓ જેમાં ફિક્સ પગારનો કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવા, સૈદ્ધાંતિક રીતે કેન્દ્રીય પગારપંચ ની ભલામણો અને બાકી રહેતા ભથ્થાઓ આપવા, મૂળ નિમણુંક તારીખ થી સળંગ નોકરી ગણવી તેમજ અન્ય તમામ પડતર માંગણીઓ તુરંત જ પુરી કરવા માંગણી કરવામાં આવી છે.
આ તમામ માંગણીઓ તત્કાલિક પુરી કરવા ધારાસભ્ય એ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756