ભરૂચની મહિલાને ધાર્મિક ચેનલ પર આવતી જાહેરાત 2.84 લાખમાં પડી, પોલીસે રુપિયા પરત અપાવ્યા

ભરૂચની મહિલાને ધાર્મિક ચેનલ પર આવતી જાહેરાત 2.84 લાખમાં પડી, પોલીસે રુપિયા પરત અપાવ્યા
ભરૂચની એક મહિલાને ધાર્મિક ચેનલ ઉપર જોયેલી ઇસ યુગ કા સમાધાનની જાહેરાત રૂપિયા બે લાખ 84 હજારમાં પડી હતી. જોકે, સી ડિવિઝન પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલી મહિલાને 2 લાખ 48 હજાર પરત અપાવ્યા હતા.
સાયબર ક્રાઈમ અંગે સાવધાન રહેવા પોલીસ, પ્રશાસન અને સરકાર લોકોને વખતો વખત અનેક રીતે માહિતગાર કરે છે પણ તેમ છતાં લોકો ઠગોની માયાજાળમાં ભેરવાઈ જાય જ છે. આવો જ એક કિસ્સો ભરૂચમાં બન્યો હતો. ભરૂચની એક મહિલા સોસાયટીમાં શ્વાનોથી હેરાન પરેશાન હતી. જેને એક ધાર્મિક ચેનલ ઉપર ઇસ યુગ કા સમાધાનની જાહેરાત જોઈ અને આપેલા સંપર્ક નંબર ઉપર ફોન કર્યો હતો.
કુતરાઓની હેરાનગતિથી ત્રસ્ત મહિલાને સામેવાળા ભેજા બાજે પુત્ર અને પતિ ઉપર જોખમ હોવાની વાત કહી દીધી. હવે મહિલાને વિધિના નામે રૂપિયા 2 લાખ 84 હજાર પડાવી લેવાયા હતા અને વધુ રૂપિયાની માંગણીઓ થયા કરતા અંતે મહિલા સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થયું હતું.
અંતે સી ડિવિઝન પોલીસ મથકે મહિલાએ સંપર્ક કરતા પોલીસ મદદે આવી હતી. મહિલાએ ઉત્તરપ્રદેશના અલ્હાબાદના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે ઇમેઇલ કરી બ્રાન્ચમાં ડેબિટ ફ્રીઝ કરાવતા મહિલાને રૂપિયા 2 લાખ 48 હજાર એકાઉન્ટમ પરત મળ્યા છે. સાયબર ક્રાઈમ સામે સાવધાની રાખવા પોલીસ પ્રજાને ફરી અપીલ કરી રહી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756