ભારત વિકાસ પરિષદ દ્વારા દિવ્યાંગ સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ દ્વારા દિવ્યાંગ સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો.
ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા,આનંદનગર શાખા રાજકોટ તથા વિકલાંગ કેન્દ્ર પાલડી આયોજિત અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઇ જગડા ના આર્થિક સહયોગથી નટવરસિંહ સેવા ભવન ખાતે દિવ્યાંગ કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું. 17 તારીખના કેમ્પ માં જે લાભાર્થીઓના માપ લેવામાં આવેલ તેવા 160 લાભાર્થીઓ ને તા.30.4.2022 – શનિવારના રોજ કૃત્રિમ હાથ, પગ, કેલીપર્સ, વોકર, વગેરે આપવામાં આવેલ છે તથા 40 લાભાર્થીઓ ને વ્હીલ ચેર તથા ટ્રાઈસીકલ તદ્દન નિશુલ્ક આપવામાં આવેલ છે.*
આ સેવા યજ્ઞ માં આશીર્વાદ આપવા માટે *પ. પુ.સંતશ્રી મુકતાનંદજી બાપુ*
(ચાપરડા) પધાર્યા હતા તથા કાર્યક્રમ ને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવેલ.
આ સાથે જ જૂનાગઢ G.I.D.C એસોશીયેશન પ્રમુખ શ્રી ભરતભાઈ સિરોયા, રાજાણી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ના શ્રી મુકેશભાઈ રાજાણી, ભા.વી. પ.પાલડી શાખા પ્રમુખ શ્રી નીલાંગભાઇ વોરા, આનંદનગર શાખા રાજકોટના ટ્રસ્ટી શ્રી હેમંતસિંહ ડોડીયા વગેરે ગણમાન્ય પ્રબુધ્ધ નગરજનો પણ વિશેષ ઉપસ્થિત રહેલ.
🔸જૂનાગઢ જિલ્લા માં સૌથી મોટા આ દિવ્યાંગ કેમ્પ માં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને ખુબજ કિંમતી એવા સાધનો આપવામાં આવેલ છે, આજના કેમ્પમાં આવેલ લાભાર્થીઓ માં જેઓ ચાલી નહોતા શકતા તેઓ જાતે ચાલતા થયા, જેમનો હાથ કપાયેલો તેઓ ને કૃત્રિમ હાથ થી ઘણાં કામ કરી શકશે, આ ઉપરાંત જેમને ખરેખર આવશ્યકતા હતી તેવા લાભાર્થીઓ ને ટ્રાઈસીકલ અને વ્હીલ ચેર આપવામાં આવી છે.
જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે આજે જાણે ખુશી નો એક અનેરો અવસર યોજાયો હતો, દરેક લાભાર્થી ખુબજ સંતોષ પૂર્વક પોતાને જોઇતી વસ્તુઓ મેળવી ખુબજ આનંદિત થયા હતા.
આ સેવા યજ્ઞ માં સહભાગી થયેલ દાતાશ્રી નગીનભાઇ જગડા તથા અન્ય સર્વે દાતાઓ દ્વારા આર્થિક યોગદાનનો સંપૂર્ણ સદુપયોગ થયેલો જોઈ તેઓ પણ સંતુષ્ટ થયેલ છે.
ભારત વિકાસ પરિષદ ના આ મહા સેવા યજ્ઞ માં સહયોગી આનંદનગર શાખા ના કાર્યકર્તાઓ શ્રી જેઠસુરભાઈ ગુજરીયા, શ્રી કરશનભાઈ મેતા, વગેરે તથા જૂનાગઢ શાખાના કાર્યકર્તા બંધુઓ શ્રી પરેશભાઈ મારું, કિરણસિંહ ગોહિલ, સાગરભાઇ કારેલીયા, ગોપાલભાઈ હિન્ડોચા, ઘનશ્યામભાઈ ચૌહાણ, ભાવેશભાઈ વાઘેલા, નરેન્દ્રભાઇ ભટ્ટ, શૈલેન્દ્રસિંહ વાઘેલા,મનીષાબેન ચૌહાણ, સ્વાતિ બેન છત્રારા, વર્ષાબેન ઠાકોર, ડો.દિવ્યેશ સાકરીયા, રાજેશભાઈ શર્મા, જીતુભાઈ ખુમાણ, છગનભાઈ ટાંક, મનોજભાઈ વાસન, મીતાબેન ચનીયારા, ભાવિનભાઈ ભીંડી, તુષારભાઈ છત્રારા, તથા મંત્રી શ્રી હેમલભાઈ ઠાકોર અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ રાજાણી એ આ દિવ્યાંગ કેમ્પ માં કોઈ ને પણ અગવડતા ના પડે તેવી કાળજી સાથે ખુબજ જહેમત ઉઠાવી દિવ્યાંગ સાધન સહાય અર્પણ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જીતુભાઈ ખુમાણ તથા રાજેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવેલ.
આ દિવ્યાંગ કેમ્પ નું ખુબજ સુંદર મીડિયા કવરેજ લેવા બદલ દરેક ન્યૂઝ પેપર તથા મીડિયા હાઉસ નો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
શ્રી માધવ સ્મારક સમિતિ દ્વારા નટવરસિંહ સેવા ભવન નો સેવા સદુપયોગ થયેલ તે માટે સર્વેનો વિનમ્ર આભાર,
આ તકે ભારત વિકાસ પરિષદ ના આ મહા કાર્ય માટે સહયોગી સર્વે દાતાઓ, કાર્યકર્તાઓ નો હ્રુદય પૂર્વક ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા આભાર વ્યક્ત કરે છે.
વંદેમાતરમ્
ભાવેશભાઈ રાજાણી
અધ્યક્ષ, BVP જૂનાગઢ.
હેમલ સિંહ ઠાકોર,
મંત્રીશ્રી, BVP જૂનાગઢ.
ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા પરિવાર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756