જૂનાગઢ જિલ્લામાં તા. ૭ ઓગસ્ટ સુધી સભા સરઘસબંધી

જૂનાગઢ જિલ્લામાં તા. ૭ ઓગસ્ટ સુધી સભા સરઘસબંધી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલીક અસરથી તા. ૦૭/૦૮/૨૦૨૨ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી એલ.બી.બાભણીંયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્વયે એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756