રાજપીપળા કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ સુધીના માર્ગ પરનું રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ

રાજપીપળા કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ સુધીના માર્ગ પરનું રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ
કારમાઈકલ બ્રીજનું રીનોવેશન કામગીરી કરવાની હોવાથી રૂટ ડાયવર્ઝન કરાયો
નર્મદા જિલ્લાના વડા મથક
રાજપીપળા શહેરના કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ તરફના કોલેજ રોડ ઉપર આવેલા કારમાઈકલ બ્રીજનું રીનોવેશનની કામગીરી હાથ ધરવાની છે જેના પગલે આ રસ્તા ઉપરનો ટ્રાફિક બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૯મી જૂનથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી કરવાની રહેશે.જાહેરનામા અંતર્ગત દર્શાવેલા ટ્રાફિક ડાયવર્ઝનમાં બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફથી આવતા અને એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફ જતાં નાના વાહનો (ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો) કાળીયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક થઈ સંતોષ ચાર રસ્તાથી સફેદ ટાવર થઈ શહેરમાં દાખલ થશે. બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફથી આવતા અને એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફ જતાં મોટા વાહનો (બસ, ટ્રક, કન્ટેનર) કાળીયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક થઈ સંતોષ ચાર રસ્તાથી હરસિધ્ધિ માતાના મંદિરથી માછીવાડ ગેટ પરીખ પેટ્રોલ પંપ થઈ શહેરમાં દાખલ થશે. એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફથી બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફ જતાં નાના વાહનો (ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો) જુની સીવીલ હોસ્પિટલથી નિઝામશાહ દરગાહ થઈ શર્મા કોમ્પલેક્ષ થઈ સંતોષ ચાર રસ્તાથી શહેરની બહાર જશે. એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફથી બોડેલી, કેવડીયા, દેડીયાપાડા, નેત્રંગ તરફ જતાં મોટા વાહનો (બસ, ટ્રક, કન્ટેનર) કોર્ટ ત્રણ રસ્તા થઈ સફેદ ટાવરથી સંતોષ ચાર રસ્તાથી શહેરની બહાર જઈ શકશે.
અત્રે નોંધનીય છે કે, કાળીયાભૂત ચાર રસ્તાથી કારમાઈકલ બ્રીજ સુધીના રસ્તા પર આવેલી એમ.આર.આર્ટસ અને કોમર્સ કોલેજ, વાત્સલ્ય વિદ્યાલય તથા સોસાયટીના વિદ્યાર્થીઓ – રહીશોના વાહનોને સદરહુ રસ્તા પર અવરજવરની છૂટ રહેશે. તેવી જ રીતે જુની કોર્ટ તરફથી કારમાઈકલ બ્રીજ સુધીના રસ્તા પર આવેલી જુની સીવીલ હોસ્પિટલ જતા વાહનો તથા સોસાયટીના રહીશોના વાહનોને આ રસ્તા પર અવરજવરની છૂટ રહેશે. પરંતુ કારમાઈકલ બ્રીજ પરથી અવરજવર કરી શકાશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300