રાજપીપલામાં જગન્નાથજીની રથયાત્રા નગર ચર્યા નીકળી : ઠેર ઠેર સ્વાગત કરાયું

રાજપીપલામાં જગન્નાથજીની રથયાત્રા નગર ચર્યા નીકળી : ઠેર ઠેર સ્વાગત કરાયું
Spread the love

રાજપીપલામાં જગન્નાથજીની રથયાત્રા નગર ચર્યા નીકળી : ઠેર ઠેર સ્વાગત કરાયું

અષાઢી સુદ બીજે નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાનની પાલકીને દોરડા વડે ખેંચી ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી

ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું લાલ ટાવળ પાસે મુસ્લિમ અગ્રણીઓએ સ્વાગત કર્યું

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આજે અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નગર ચર્યાએ નીકળી હતી રાધાકૃષ્ણ મંદિરેથી નીકળે આ રથયાત્રાનું નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરમાં રથયાત્રાને પગલે પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે યાત્રાના રૂટ પર ખડકી દેવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સપન થઈ હતી

રાજપીપલા રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પુજા આરતી કરી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજીની યાત્રાને નિયત રૂટ પર આગળ વધારવા જગન્નાથજીની પાલકીને દોરડા વડે ભક્તોએ ખેંચીને ધન્યતા અનુભવી હતી સાથે ભક્તોએ
મહા પ્રસાદીનો લાહવો પણ મેળવ્યો હતો

ભગવાન જગન્નાથજીની શહેરમાં નિયત રૂટ પર નીકળેલી રથયાત્રાનું લાલ ટાવળ પાસે મુસ્લિમ અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું અષાઢ સુદ બીજના દિવસે નિકળેલ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ ધનશાયમ પટેલ,પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, કિરણ પંડ્યા સહિતના અગ્રણીઓ ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં

રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!