ચક્ષુદાન શક્ય બનેલ નથી

👁️ચક્ષુદાન શક્ય બનેલ નથી👁️
આજ રોજ તારીખ 21-06 -23 ને બુધવાર અષાઢ સુદ ત્રીજના રોજ સ્વ.કાનજીભાઈ વેલજીભાઈ વાઘેલા કે જેઓ દિલીપભાઈ અને રવિભાઈના પિતાશ્રી થાય છે જેમનું દુ:ખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.કાનજીભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ માટે અમારા શિવમ્ ચક્ષુદાન આરેણા ગૃપની પ્રવૃતિના રાહબર અને માંગરોળમાં થતી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ પ્રફુલભાઈ નાંદોલાએ શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રીને ચક્ષુદાન માટે જાણ કરી હતી.
પરંતુ અમુક પરિસ્થિતીના કારણે અમો સ્વર્ગસ્થ કાનજીભાઈ નું ચક્ષુદાન નથી સ્વિકારી શકયા એ બદલ શિવમ્ ચક્ષુદાન -આરેણા ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરે છે.અને સદગત આત્મા ને ઈશ્વર ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરે છે.સાથે આ દુઃખદ સમયે તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ.
મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300