જુનાગઢ જિલ્લામાં પોલીસના સહકારથી ૬૦ યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે તાલીમ અપાશે

જુનાગઢ જિલ્લામાં પોલીસના સહકારથી ૬૦ યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે તાલીમ અપાશે
Spread the love

જુનાગઢ જિલ્લામાં પોલીસના સહકારથી ૬૦ યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે તાલીમ અપાશે

ડી.આઈ.જી શ્રી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલીમ વર્ગનો પ્રારંભ

 

સફળ થવા માટે તમામ ઊર્જા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરો: એસ.પી શ્રી હર્ષદ મહેતા

જુનાગઢ : ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવા ની સાથે  કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતાના સંવેદનશીલ અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬૦ યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિ વીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

જુનાગઢ  પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અગ્નિ વીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી શ્રી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડીઆઈજીએ જણાવ્યું હતું કે સફળ થવા માટે ફિઝિકલ ફિટનેસ અને ડિસિપ્લિન બંને જરૂરી છે. રાષ્ટ્ર સેવા માટે તત્પર એવા યુવાનોને અહીં તાલીમ દરમિયાન જુદી જુદી કસોટી અને કસરત પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી સફળ થવા માટે શુભકામના પાઠવી હતી.

એસપી શ્રી હર્ષદ મહેતાએ યુવાનોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી સફળતા માટે વૈચારિક શક્તિ અને મનોબળ તેમજ યુવાનો ધારે તે સફળતા મેળવી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. નિષ્ફળતા અને સફળતા વચ્ચે બહુ ફરક હોતો નથી તેમ જણાવી લક્ષ્ય ઉપર તમામ શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવા યુવાનોને પ્રેરિત કર્યા હતા. આ તાલીમ વર્ગમાં યુવાનોને આપવામાં આવનાર સુવિધાઓ તેમજ તાલીમ અંગેની યોજનાકિય રૂપરેખા જિલ્લા રોજગાર અધિકારી શ્રી પ્રશાંત ત્રિવેદીએ આપી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, ડીવાયએસપી શ્રી અનિલ પટણી  તથા નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી નિકીતા, સહિતના પોલીસ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

    

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!