બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ

શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરાટ ચોક પાસે આવેલ ટાટા કંપનીના ખુલ્લા સ્ટોક યાર્ડમા રાખેલ ડમ્પર તથા આઇસર વાહનમાંથી થયેલ બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડતી શાપર (વે.) પોલીસ
- ગુન્હાની ટૂંક વિગત :-
ગઇ તા.૦૫/૧૨/૨૦૨૩ ના રાત્રી આશરે અઢી વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમ્યાન ફરીયાદી ની કંપનીના વાહનો રાખવા માટે ભાડે રાખેલ જગ્યા (ખુલ્લા સ્ટોક યાર્ડમાં) પ્રવેશ કરી તેમાં રહેલ વાહનો પૈકી ટાટા કંપનીના આઇસર વાહનોમાંથી કુલ-૭ બેટરીઓ તથા ટાટા કંપનીના છ ડંમ્પર વાહનોમાંથી ૧૨ બેટરીઓ એમ કુલ-૧૯ બેટરીઓ જેમાં એક બેટરીની કિ.રૂ. આશરે ૧૫૦૦૦/- એમ કુલ-૧૯ બેટરીઓની કિ.રૂ. ૨,૮૫,૦૦૦/- ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૧૨૩૧૦૮૨/૨૦૨૩ આઈ.પી.સી. ક.૩૮૦,૪૪૭ મુજબનો ગુન્હો રજી થયેલ.
ઉપરોક્ત ગુન્હા સબંધે શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ ઉપરોકત ગુન્હાને શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેના અનુસંધાને શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા શ્રી બી.એલ.રોહીત સાહેબ સર્કલ પો.ઇન્સ. ગોંડલ સર્કલ તથા શ્રી આર.કે.ગોહિલ પોલીસ સબ. ઇન્સ્પેકટર શાપર (વે.) પોલીસ સ્ટેશનનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ શાપર વેરાવળ પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનો ડીટેકટ કરવા સારૂ અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફુટેઝ ચેક કરેલ તેમજ રાજકોટ ગ્રામ્ય નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી કેમેરા ચેક કરી વર્ક આઉટ કરી સદરહુ ગુન્હામા ચોરીમા ઉપયોગ થયેલ શંકાસ્પદ ઓટો રીક્ષા ના રજી નં-GJ 03 BT 1909 મળી આવેલ જે ઓટો રીક્ષા નંબર પોકેટ કોપમા સર્ચ કરી ઉપરોકત રીક્ષા તથા આરોપીઓની વોચ તપાસમા હતા દમ્યાન હકીકત આધારે ઉપરોકત નંબર વાળી ઓટો રીક્ષા મુદામાલ સાથે આ કામેના બે આરોપીઓ મળી આવતા મજકુર આરોપીઓ પાસેથી ઉપરોકત ઓટો રીક્ષા સહીત ચોરીમા ગયેલ વાહનની બેટરીઓ સહીત કી.રૂ.૩,૩૪,૦૦૦/- નો મુદામાલ કબજે કરી મજકુર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી જાતે.દેવી પુજક ઉવ.૨૪ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.હાલ-કેશોદ બળોદર રોડ મેર સમાજની વાડી પાસે તા.કેશોદ જી.જુનાગઢ મુળ-જુનાગઢ આર.ટી.ઓ રોડ આદીત્ય માર્કેટ પાસે રામેશ્વર સોસાયટી જી.જુનાગઢ
(૨) ગોવીંદ ચંદુભાઇ ચુડાસમા જાતે.દેવી પુજક ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.-જુનાગઢ મેંદરડા બાયપાસે રબારી વાસ ઇવ નગર ચારબાઇ માના મંદીર પાસે જી.જુનાગઢ
પકડવા પર બાકી આરોપી.-
વિજય મુકેશભાઇ સોલંકી રહે.- રહે.હાલ-કેશોદ બળોદર રોડ મેર સમાજની વાડી પાસે તા.કેશોદ જી.જુનાગઢ મુળ-જુનાગઢ આર.ટી.ઓ રોડ આદીત્ય માર્કેટ પાસે રામેશ્વર સોસાયટી જી.જુનાગઢ.
આરોપીઓએ કબુલાત આપેલ અન્ય ગુન્હાની વિગત-
(૧) રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૮૦૫૮૨૩૦૨૧૦/૨૦૩૩ આઇ.પી.સી કલમ-૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪
(૨) રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૮૦૫૮૨૩૦૦૮૫/૨૦૨૩ આઇ.પી.સી કલમ-૪૫૪,૪૫૭,૩૮૦
(૩) આજથી આશરે દોઢેક મહીના પહેલા અમદાવાદ શહેર સરખેજ વિસ્તારમાંથી ઓટો રીક્ષાની ચોરી કરેલ છે.
આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ:-
રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકીનો ગુન્હાહીત ઇતીહાસ-
(૧) જુનાગઢ બી ડીવીજન પો.સ્ટે ગુ.ર.નં-૦૦૦૩/૨૦૧૯ આઇ.પી.સી કલમ-૩૭૯
(૨) ગોંડલ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં-૦૦૦૫/૨૦૧૯ આઇ.પી.સી કલમ-૩૭૯
(૩) ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૪૪/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૭૯
(૪) ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૪૩/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૭૯
(૫) જેતપુર સીટી પો.સ્ટે ગુ.ર.નં-૦૧૩૪/૨૦૧૮ આઇ.પી.સી કલમ-૩૭૯
(૬) જુનાગઢ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં-૦૦૪૮/૩૦૨૩ આઇ.પી.સી કલમ-૪૫૭,૩૮૦
(૭) જેતપુર સીટી પો.સ્ટે ગુ.ર.નં-૦૧૭૯/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૪૫૭,૩૮૦
(૮) ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૩૯/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૬૩,૩૬૬
(૯) જેતપુર તાલુકા પો.સ્ટે ગુ.ર.નં-૦૧૯૫/૨૦૧૭ જી.પી.એકટ કલમ-૧૨૨સી
કબ્જે કરેલ મુદામાલ :-
વાહનની બેટરીઓ નંગ-૧૮ કી.રૂ.૨,૭૦,૦૦૦/- અતુલ ઓટો રીક્ષા રજી નં- GJ 03 BT 1909 કી.રૂ.૭૦,૦૦૦/
કુલ મુદામાલ કી.રૂ.૩,૪૦,૦૦૦/-
- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા એ.એસ.આઇ બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.હેઙ.કોન્સ તુષારસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ખીમજીભાઇ હુણ તથા પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા તથા અલ્પેશભાઇ ડામસીયા તથા રાજકોટ ગ્રામ્યના કમાન્ડ કન્ટ્રોલ રૂમના લક્ષ્મીબેન તથા જાગૃતીબેન દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300