નર્મદા : આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ૧૬ ડિસેમ્બર સુધી ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમનું આયોજન

નર્મદા : આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ૧૬ ડિસેમ્બર સુધી ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમનું આયોજન
ગરુડેશ્વર તાલુકામાં કુલ ૫૫ જેટલા પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રેકટિકલ તાલીમ દ્વારા તાલીમબદ્ધ કરાયા
નર્મદા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કુદરતી આપત્તિ કાળ સામે પોહચી વળવા માટે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડસ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ આગામી ૧૬ મી ડિસેમ્બર સુધી યોજાશે
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના નેતૃત્વમાં તથા નિવાસી અધિક કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તા. ૧૧ મી થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી નર્મદા જિલ્લાના પાંચે તાલુકાઓમાં પોલીસ વિભાગના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડસ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ માટે ફર્સ્ટ રિસ્પોન્ડેર્સ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગરુડેશ્વર તાલુકામાં તા. ૧૧મી ડિસેમ્બરે કુલ ૩૯ અને ૧૨ મી ડીસેમ્બર ૨૦૨૩ના રોજ કુલ ૧૬ પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ તરીકે પ્રેકટિકલ તાલીમ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતાં. જેમાં ડિઝાસ્ટર મામલતદાર સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300