જૂનાગઢ જિલ્લાના નાગરિકોની ચૂંટણી કાર્ડ, મતદાર યાદી સબંધિ વગેરે મળેલી ફરિયાદોનુ નિરાકરણ કરાયું

NGSP પોર્ટલ મારફત ૭૪ ફરિયાદો નોંધાઈ: તમામનું નિરાકરણ કરાયું
જૂનાગઢ જિલ્લાના નાગરિકોની ચૂંટણી કાર્ડ, મતદાર યાદી સબંધિ વગેરે મળેલી ફરિયાદોનુ નિરાકરણ કરાયું
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં નેશનલ ગ્રીવન્સ સર્વીસ પોર્ટલ (National Grievance Services Portal) ઉપર તા.૧૬/૩/૨૦૨૪ થી તા. ૧૦/૪/૨૦૨૪ સુધીમાં ૭૪ ફરિયાદો નોંધાઈ હતી. જે તમામનું નિરાકરણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પોર્ટલ પર સૌથી વધારે ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સબંધિ મહત્તમ ફરિયાદો નોંધાઈ હતી. જેનું સમયસર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, National Grievances Services Portal: ભારતના ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલા https://eci-citizenservices.eci.nic.in પોર્ટલ પર નાગરીકો, મતદારો, રાજકીય પક્ષો તથા ઉમેદવારો ફરીયાદો નોંધાવી શકે છે.
નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ (NGSP) એ એક વેબ-આધારિત સોલ્યુશન છે. જે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફરિયાદોને હેન્ડલ કરવા માટે એક જ ઇન્ટરફેસ પર ફરિયાદ સપોર્ટ માટે છે. NGSPએ ચૂંટણી સંબંધિત અને બિન-ચૂંટણી-સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ECIને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પોર્ટલે નાગરિકો માટે ફરિયાદો નોંધવાનું સરળ બનાવ્યું છે અને ફરિયાદોની તાત્કાલિક તપાસ થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300