આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી

આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કંટ્રોલ રૂમની મલાકાત લીધી : ફરિયાદોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા આપી સૂચના
જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે સી – વીઝિલ- કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી. તેમણે સી – વિઝીલ એપ અને ટેલીફોન મારફત મળેલી આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સી-વિઝિલ એપ અને અન્ય માધ્યમો મારફત મળતી ફરિયાદોનો સમયમર્યાદામાં અને નિયમો અનુસાર યોગ્ય પ્રત્યુતર પાઠવવા માટે સૂચના આપી હતી. આ સાથે જરૂરી રજીસ્ટર તપાસી ફરિયાદોનો ગુણવત્તા યુક્ત રીતે ઉકેલ આવે તે માટે પણ ફરજરત અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આચાર સંહિતા ભંગ બાબતોની ૮ જેટલી ફરિયાદો મળી હતી. જે તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
લોકશાહીના આ મહાપર્વમાં કંટ્રોલરૂમને પણ નવા રંગ રૂપ આપવાની સાથે સુશોભિત કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની આ કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ સહિતના અધિકારી-કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300