લક્ઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી પડતી પાટણ SOG ટીમ…

લક્ઝરી બસમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી પડતી પાટણ SOG ટીમ…
પાટણ-સિધ્ધપુર હાઇવે માગૅ પરથી લક્ઝરીમાં લઈ જવાતો શંકાસ્પ ધી નો જથ્થો ઝડપી લેતી પાટણ SOG ટીમ…
શંકાસ્પદ ધી ના ડબ્બા નંગ-૧૦૫ કી.રૂ. ૩,૯૨, ૨૫૦ નો જથ્થો ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી..
પાટણ એસ.ઓ.જી પોલીસે એક માસમાં વિવિધ પ્રકારના 52 થી વધુ કેશો પકડયાં..
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અન અધિકૃત થતી પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ એસઓજી પીઆઇ જયદીપસિંહ સોલંકી નાઓને સૂચના કરતાં તેઓ દ્ધારા છેલ્લા એક મહિનામાં ખાધ સામગ્રીના ઘીમા ભેળસેળ કરતા વેપારીઓ,ડિગ્રી વગરના ડોક્ટરો, જાહેર
નામા નો ભંગ કરતા ઈસમો,દેહવ્યપાર ના ગુનાઓ,હથીયાર બંધીના ગુનાઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સહિતના કુલ 52 જેટલા કેસો કરી પાટણ એસઓજી પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.ત્યારે પાટણ એસઓજી.પી.આઈ.જયદીપસિંહ સોલંકી અને તેમની ટીમે ગુરુવારની સાંજે પાટણ નજીકના રૂની- હાજીપુર માગૅ પરથી લકઝરી બસમાં લઈ જવાઈ રહેલ શંકાસ્પદ ઘીનો જથ્થાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર અને જિલ્લામાં ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ એસઓજી પીઆઈ જયદીપસિંહ સોલંકી અને તેમની ટીમને ગુરૂવારે સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ થી સિધ્ધપુર તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસ
માં પાટણ ઘી બજારના કેટલાક વેપારીઓનો શંકાસ્પદ ઘીનો જથ્થો મુંબઈ લઈ જવા રવાના કરવામાં આવ્યો છે.
જે હકીકતના આધારે પાટણ એસ.ઓ.જી.
પી.આઈ સહિતની ટીમે ઉપરોક્ત લકઝરી બસને રૂની- હાજીપુર માગૅ પર ઉભી રખાવી તપાસ કરતાં રાજધાની લકઝરી બસ નં.AS-01-NC-9888 માંથી શંકાસ્પદ ઘી નો જથ્થો નાના મોટા ડબ્બા નંગ-૧૦૫ કી.રૂ. ૩,૯૨, ૨૫૦ નો જથ્થો મળી આવતાં આ બનાવટી ઘી ના જથ્થા માંથી જરૂરી સેમ્પલો લઇ તેનુ પૃથ્થ
કરણ કરવા સારૂ એફએસએલ ગાંધીનગર ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી લકઝરી બસ ના ચાલક સમીરખાન મહેબુબખાન ચાંદખાન બલોચ રહે.મેસર તા.સરસ્વતી જી.
પાટણ અને કંડકટર રણજીત દેશળાજી વિસાજી ઠાકોર રહે.ડીસા શુભમ પાર્ટી પ્લોટ પાસે તા.ડીસાવાળા ને આગળ ની કાયૅવાહી માટે બાલીસણા પોલીસ ને સોપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ એસ.ઓ.જી.પી.આઈ.જયદીપસિંહ સોલંકી અને તેમની ટીમ દ્વારા છેલ્લા એક મહિના શંકાસ્પદ ધી અને તેલ ના રૂ. 32 લાખથી વધુ નો મુદામાલ ઝડપી કડક કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર અને જિલ્લામાં ઘી- તેલ મા ભેળસેળ કરતા વેપારીઓમાં સનસનાટી સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ એસ.ઓ.જી પોલીસે જિલ્લા પોલીસવડા ની સૂચના અનુસાર છેલ્લા એક માસની અંદર ગેરકાયદેસર હથીયારના 6 ગુના, જાહેરનામા ભંગના 30 ગુના બોગસ ડોક્ટરોના 9 ગુના દેહ વેપારના 2 ગુના અને નાસ્તા ફરતા આરોપીના 5 ગુના સાથે શંકાસ્પદ ધી- તેલ ના જથ્થા ને ઝડપી લેવાના ગુનાઓ ડીટેક્ટ ક્યૉ હોવાનું ડીવાયએસપી પંડયા એ જણાવ્યું હતું.
લક્ઝરી માંથી મળી આવેલ શંકાસ્પદ ઘીનો જથ્થો પાટણ ઘી બજાર ના વેપારીઓ પૈકી:-
(૧) નવીનભાઇ
(૨) જયંતિભાઇ
(૩) મહેન્દ્રભાઇ
(૪) સંદીપભાઇ
(૫) ભરતભાઇ
(૬) મનોજભાઇ
(૭) લાલાભાઇ
(૮) રાજુભાઇ
(૯) નરેન્દ્રભાઇ નામના વેપારીઓ નો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300