શંખેશ્વર ખાતે વરસાદી પાણીના નીકાલ ને લઈને જીલ્લા કલેક્ટરની યોજાઈ બેઠક.

શંખેશ્વર ખાતે વરસાદી પાણીના નીકાલ ને લઈને જીલ્લા કલેક્ટરની યોજાઈ બેઠક.
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે વરસાદી પાણીના નીકાલ ને લઈને જીલ્લા કલેક્ટરની બેઠક યોજાઈ હતી. જે બેઠક દરમિયાન શંખેશ્વર વિસ્તારના નીંચાણ વાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી ભરાયાં હતા. વરસાદી પાણીના કાયમી નીકાલ માટે જીલ્લા કલેકટરે સ્થળ સમીક્ષા બેઠક કરી નિરાકરણ ને લઈને બેઠક દરમિયાન ચર્ચા કરાઈ હતી.
શંખેશ્વરમા ચોમાસામાં નિંચાણ વાળા વિસ્તારોમાં લોકોના રહેણાક વિસ્તારોમાં અને કોર્ટ બીલ્ડીંગ માટે ફાળવેલી જગ્યાએ વરસાદી પાણી ભરાયાં હતાં. જે વરસાદી પાણી કોર્ટ બાંધકામ માં અડચણ રૂપ બનતાં તેના ઝડપી નીકાલ માટે જીલ્લા તાલુકાના વહીવટી તંત્ર સાથે પાટણ જીલા કલેકટરે સ્થળ સમીક્ષા કરી પાણીના કાયમી ઉકેલ બેઠકમા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300