સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી
Spread the love

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી

આજે ‘વિશ્વ માતૃભાષા દિન’ નિમિત્તે 21 મી ફેબ્રુઆરી 2025 ના રોજ માણાવદર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આનંદાલય પ્રેરિત પે સેન્ટર શાળા 2 માણાવદર, લાયન્સ હાયર સેકેન્ડરી સ્કૂલ માણાવદર તેમજ જીનિયસ સ્કૂલ માણાવદરના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ માતૃભાષા દિન’ની લાયન્સ સ્કૂલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવેલ. લાયન્સ સ્કૂલના આચાર્યશ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો તેમજ ગૌરવ ગીતો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમના મુખ્ય અતિથિ મામલતદારશ્રી શુક્લ સાહેબ, ડૉ. પંકજભાઈ જોશી, શ્રી મિલનભાઈ વરુ, લાયન્સ સ્કૂલના શિક્ષિકા જ્યોત્સનાબેન ગામી તેમજ મુખ્ય વક્તા શ્રી ભરતભાઈ મેસિયા (ડાયેટ લેક્ચરરશ્રી જૂનાગઢ) દ્વારા રસપ્રદ શૈલીમાં વિશ્વ માતૃભાષા દિનનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો.

કાર્યક્રમના સંયોજકશ્રી કાઝીએ વિદ્યાર્થીઓને માતૃભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂકી વિશ્વ માતૃભાષા દિનનો ઇતિહાસ વર્ણવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન્સ સ્કૂલના શિક્ષક શ્રી એમ.કે ચાવડા દ્વારા ઉત્તમ રીતે કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ શ્રી ધર્મેશભાઈ ચુડાસમાએ કરી હતી.

આ કાર્યક્રમમાં લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્યશ્રી ગોપાલભાઈ ભાલોડિયા, શ્રી નરેન્દ્રકુમાર સવસાણી, શ્રી વિજયભાઈ પટેલ તેમજ શ્રી વિનોદભાઈ ઓઝા, સી. આર. સી. કો. ઓ. શ્રી વિજયભાઈ કાનગડ, શ્રી વિજયભાઈ મશરૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ સ્કૂલના આચાર્યશ્રી ચુડાસમા, શ્રી ધર્મેશભાઈ, શ્રી ચાવડા સાહેબ, જીનિયસ સ્કૂલના શ્રી નીરવભાઈ દત્તાણી, શ્રી જનક ચાવડા સાહેબ તેમજ પે સેન્ટર શાળા 2 ના આચાર્યશ્રી કાઝી, તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!