મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓને આખરી ઓપ

મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓને આખરી ઓપ
કલેકટર સહિતના મુખ્ય અધિકારીઓની ટીમે મેળા વિસ્તારની મુલાકાત લીધી; પાણી ,સ્વચ્છતા અને પબ્લિક કોમ્યુનિકેશન માટે રાઉન્ડ ધ કંટ્રોલરૂમ શરૂ રખાશે
મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા.૨૨ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટી તંત્રએ આજે સ્થળ પર સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ અને ઇન્ચાર્જ એસ પી શ્રી ભગીરથસિંહ જાડેજા અને અન્ય વિભાગોના અધિકારીઓએ મેળા વિસ્તારમાં વિવિધ સ્થળોએ મુલાકાત લઈને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું.
વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓએ મજેવડી દરવાજા થી ભવનાથ સુધીના માર્ગો અને તેમાં તેના પર અવર-જવરની પણ સમીક્ષા કરી હતી. ટ્રાફિકની સ્થિતિમાં જરૂરી સુજાવ પણ અમલીકરણ અધિકારીઓને આપવામાં આવ્યા હતા.
ભવનાથમાં સંસ્થાઓનો માલ સામાન અવરજવરમાં જ્યારે લોકોનો ટ્રાફિક ઓછો હોય એવા સમયમાં થાય તે લોકો માટે પણ અનુકૂળ હોય આ માટે સંસ્થાઓના પ્રતિનિધિઓને કોમ્યુનેટ કરવા જણાવવામાં આવ્યું હતું.
ભવનાથમાં સફાઈ, પાણી, વીજળી, લોકોની અવરજવર, સલામતી અને પરિવહન સહિતની બાબતોમાં દરેક વિભાગ દ્વારા કરેલી કામગીરીની આખરી સમીક્ષા કરી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે અને કંટ્રોલરૂમમાં પણ સેવા મળી રહે અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કલેક્ટર શ્રી એ સૂચના આપી હતી. દરેક સેવાઓની વૈકલ્પિક વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
અધિકારીઓની ટીમે ભવનાથ પોલીસ સ્ટેશન, ઝોનલ ઓફિસ ,સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ ભવનાથ મંદિર મૃગીકુંડ ની પણ મુલાકાત લીધી હતી. કલેકટર, કમિશનર અને એસપીએ ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી લાખો ભાવિકોના કલ્યાણ ની અભ્યર્થના સાથે સુખરૂપ શાંતિપૂર્ણ મેળો યોજાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. આ વેળાએ મંદિરમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300