જૂનાગઢ: ડીટેઇન કરાયેલા પાંચ વાહનોને લેણી રકમ ચૂકવી દેવા આરટીઓની તાકીદ

જૂનાગઢ: ડીટેઇન કરાયેલા પાંચ વાહનોને લેણી રકમ ચૂકવી દેવા આરટીઓની તાકીદ
જૂનાગઢ : ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ-૧૯૫૮ ની જોગવાઈઓ હેઠળ પાંચ વાહનોના બાકીદારોને નોટીસ આપવામાં આવી છે. કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે. અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લેણી રકમ કોલમ-૪ મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લેણી રકમ ભરવા દરકાર કરેલ નથી. કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર તા.૨૫-૦૨-૨૦૨૫ સુધીમાં લેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવેલ છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહી અને તેમ કરવામાં કસૂર થશે તો વાહન રાજ્યસાત કરી, વાહનોની હરાજી વેચાણ કરી, બાકી લેણી રકમ વસૂલવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા જણાવવામાં આવેલ છે. લેણીની રકમ ભરવાના દિવસે અધ્યતન સ્થિતિ મુજબ નિયમોનુસારનું વ્યાજ તથા દંડનું મૂલ્યાંકન કરીને કર, દંડ અને વ્યાજની વસૂલાત કરવામાં આવશે. વાહન ની વિગત GJ10-T-1092 રૂ.૨૭,૬૬૦,GJ03-Y-0945-રૂ. ૩૪,૯૮,૮૬૪,GJ10-Z-9600 રૂ.૨,૧૩,૦૨૦,GJ12-U-7158 રૂ. ૧,૯૬,૧૫૭ GJ11-Z-0619 રૂ. ૪૫,૬૬૮ની રકમ ચૂકવવાની રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300