વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે “મહાશિવરાત્રિ મેળા” સ્પેશિયલ ટ્રેન : ટિકિટનું બુકિંગ શનિવારથી શરૂ થશે

વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે “મહાશિવરાત્રિ મેળા” સ્પેશિયલ ટ્રેન : ટિકિટનું બુકિંગ શનિવારથી શરૂ થશે
Spread the love

વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે “મહાશિવરાત્રિ મેળા” સ્પેશિયલ ટ્રેન : ટિકિટનું બુકિંગ શનિવારથી શરૂ થશે

જૂનાગઢમાં “મહાશિવરાત્રિ મેળા” દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
1. ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન તેના રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23.02.2025 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.
2. ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ હશે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે.
ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 (શનિવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!