ભાવિક ભક્તો બસ સ્ટેશન થી ભવનાથ તળેટી,જૂનાગઢ સુધી સામાન્ય ભાડું ચૂકવીને કરે છે મુસાફરી

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫
ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની સ્થાનિક વિશેષ સેવાનો લાભ લીધો
ભાવિક ભક્તો બસ સ્ટેશન થી ભવનાથ તળેટી,જૂનાગઢ સુધી સામાન્ય ભાડું ચૂકવીને કરે છે મુસાફરી
જૂનાગઢ : સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે તા.૨૨ થી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની વિશેષ સેવાનો લાભ લીધો હતો. એસ.ટી તંત્ર ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની વિશેષ કાળજી લઈ રહયું છે.
મહાશિવરાત્રી મેળામાં એસ.ટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. એસ.ટી. બસ સ્ટેશન થી ભવનાથ તળેટી જૂનાગઢ સુધી આવન જાવન માટે ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે અને વધુ ભાડું ન ચૂકવવું પડે તે માટે વિશેષ નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦૦ થી વધુ વધારાની એસ.ટી. બસ મુકવામાં આવી છે જેમાં ભાવિક ભક્તો આરામદાયક મુસાફરી કરી શકશે. ભાવિક ભક્તોને માત્ર રૂ. ૨૫માં સ્થાનિક મુસાફરીનો લાભ પ્રાપ્ત થશે. ભાવિક ભક્તો સુવિધાયુકત મુસાફરીનો આનંદ માણીને એસ.ટી તંત્રનો ધન્યવાદ વ્યક્ત કરી રહયા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300