મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા

મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા
Spread the love

મહાશિવરાત્રી મેળો-૨૦૨૫
ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા : ઉનાળાના ધોમ ધખતા તાપમાં પાણીની તરસ સંતોષતા યાત્રિકો

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથના મેળામાં તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે.


શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, દિગંબર સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉનાળાની શરુઆત છે, બપોરના સમયે તાપમાન પણ વધુ રહે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પીવાના પાણીની વ્યવસ્થા થકી બપોરના ધોમ ધખતા તાપમાં મહાદેવના ભક્તો પાણીની તરસ સંતોષી રહ્યા છે.
મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધારાની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!