દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ
Spread the love

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ

મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાતને સતત મોખરે રાખવા રાજ્ય સરકારે મત્સ્યોધોગ માટે રૂ.૧૪૧૦ કરોડની જોગવાઇ કરી

* રાજ્યભરમાં નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને ૧૫૦ ફરતાં પશુ દવાખાના શરુ કરાશે

* ૧૦૦ લાખથી વધુ સંવર્ધન યોગ્ય પશુધન ધરાવતા રાજ્યોમાંપશુઓમાં કૃત્રિમ બીજદાનના કવરેજમાં ગુજરાત દેશમાં પ્રથમ

* એક્વાકલ્ચર ક્ષેત્રે ઝીંગા ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં બમણું કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક

પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને કૃષિ બંને એકબીજાના પૂરક વ્યવસાય છે. એટલા માટે જ, પશુપાલન વિના ટકાઉ કૃષિ વિકાસની કલ્પના શક્ય નથી. ગુજરાતના પશુપાલકોની આવકમાં વૃદ્ધિ કરવા તેમજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર દ્રઢ સંકલ્પ સાથે કામ કરી રહી છે.

પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા દરમિયાન પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા માટે પશુઓની નસલ સુધારણા અને પશુ આરોગ્ય પર રાજ્ય સરકારે વિશેષ ભાર મૂક્યો છે.

આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં “૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના” અમલમાં મૂકવામાં આવી હતી. ગુજરાતના આ આગવા મોડલના આધારે ભારત સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરીનરી યુનિટ યોજના અમલમાં મૂકી છે.

*પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે -*
* ગુજરાતમાં પશુ સારવાર વધુ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યભરમાં હવે વધુ ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને ૧૫૦ ફરતાં પશુ દવાખાના શરુ કરવામાં આવશે.

* આગામી સમયે કચ્છ જિલ્લાને FMD ફ્રી ઝોન બનાવવામાં આવશે તેમજ જામનગર વેટરીનરી પોલીક્લીનીકને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવશે.

* રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧ હજારથી વધુ ૫શુ આરોગ્ય મેળાના આયોજન થકી કુલ ૩ કરોડથી વધુ પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.

* “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ ખરવા-મોવાસા રસીકરણના પાંચમાં રાઉન્ડમાં ગાય-ભેંસ વર્ગના કુલ ૧૬૮ લાખપશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવી છે. આ ઉપરાંત ૫૨ લાખઘેટાં-બકરાનું PPR રોગ સામે રસીકરણ કરવામાં આવ્યુ છે.

* પશુઓમાં કૃમિનાશક સારવાર ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે ૯૦ લાખ ગાય-ભેંસ અને ૪૧ લાખ ઘેટાં-બકરાને આવરી લેવામાં આવ્યા છે

* “રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ”ના ચાર તબક્કાઓમાં અત્યાર સુધીમાં પશુઓમાં ૫૭ લાખથી વધુ કૃત્રિમ બીજદાન થયું છે.

* ૧૦૦ લાખથી વધુ સંવર્ધન યોગ્ય પશુધન ધરાવતા રાજ્યોમાં કૃત્રિમ બીજદાનના કવરેજની બાબતમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

* છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ. ૨.૨૩ કરોડના ખર્ચે જરૂરી તાલીમ અને કીટ આપી કુલ ૫૨૭ મૈત્રી (MAITRI) કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.

* રાજ્ય સરકારે સરકારી સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે લેવામાં આવતી ફી રૂ. ૩૦૦ થી ઘટાડીને રૂ. ૫૦ કરી છે. જેના પરિણામે સેક્સ્ડ સીમેન ડોઝના સરેરાશ માસિક વપરાશમાં આશરે છ ગણો વધારો નોંધાયો છે.

* પશુઓમાં વ્યંધત્વના કારણે પશુપાલકોને થતું આર્થિક નુકસાન અટકાવવા ૧૮,૦૦૦ થી વધુ જાતીય આરોગ્ય કેમ્પના આયોજન કરવામાં આવશે.

* છેલ્લા બે દાયકામાં ગુજરાતના દૂધ ઉત્પાદનમાં કુલ ૧૮૫ ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત વાર્ષિક ૧૮૩ લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથે દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૬૫ ટકાનો હિસ્‍સો ધરાવે છે.

* રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ સહકારી ડેરી ઉદ્યોગને વિવિધ માળખાકીય સુવિધાઓ, કેટલ ફીડ ફેક્ટરી, મીલ્કીંગ મશીન વગેરે માટે રૂ. ૮૨૩ કરોડથી વધુ સહાય છેલ્લાં બે દાયકામાં પૂરી પાડી ડેરી ઉદ્યોગને સશક્ત કર્યો છે.

* “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં ગૌશાળા-પાંજરાપોળને રૂ. ૮૫૬ કરોડની સહાય ચૂકવી છે.

મત્સ્યોદ્યોગ પ્રભાગ અંગે મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રે રહેલી વિકાસની સંભાવનાઓને ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આગામી સમયમાં પણ ગુજરાતને સતત મોખરે રાખવા માટે તથા રાજ્યમાં સલામત, આધુનિક અને નફાકારક મત્સ્યોધોગના વિકાસ માટે વર્ષ ર૦૨૫-૨૬માં મત્સ્યોધોગ માટે કુલ રૂ.૧૪૧૦ કરોડની અંદાજપત્રીય જોગવાઇ કરવામાં આવી છે.

આ સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે-

* ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રૂ. ૧૫,૮૧૭ કરોડથી વધુની કિંમતનું કુલ ૯.૦૭ મે.ટન મત્સ્ય ઉત્પાદન નોંધાયું છે.

* ગુજરાતમાં એક્વાકલ્ચર ક્ષેત્રે ઝીંગા ઉત્પાદન આવતા પાંચ વર્ષમાં બમણું કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

* દરિયાઈ ક્ષેત્રે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ, માછીમારી બોટને સોલર પેનલની ખરીદી માટે સહાય આપવામાં આવશે.

* ગુજરાતમાં આગામી સમયમાં માછલીના વેસ્ટમાંથી બાયપ્રોડક્ટ બનાવવા માટેના પ્રોસેસીંગ યુનિટ તેમજ આધુનિક બોટ બિલ્ડીંગ યાર્ડની સ્થાપના કરાશે.

* આ ઉપરાંત સમુદ્રી શેવાળ પર સંશોધન હેતુ સિક્કા ખાતે સેન્ટર ઓફએક્સેલન્સ ઇન સિવિડ રિસર્ચની તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે આર્ટિફિશીયલ રિફની સ્થાપના થશે.

* મત્સ્યોધ્યોગ વિભાગ હેઠળના ૪૦ મત્સ્યઉતરાણ કેન્દ્રોને આગામી સમયમાં વિકસાવવામાં આવશે.

* યાંત્રિક હોડીઓમાં વપરાતાં હાઈસ્પીડ ડીઝલ ઓઇલ  પરનીવેચાણ વેરા રાહત યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૪૬,૬૩૦ લાભાર્થીને રૂ. ૯૮૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

* માછીમારી બોટોને કેરોસીન મુક્ત ભારતના લક્ષ્યને ધ્યાને રાખી વર્ષ ૨૦૨૫-૨૬થી માત્ર પેટ્રોલની ખરીદી ઉપર સહાય આપવામાં આવશે. જેના બજેટમાં ત્રણ ગણો વધારો કરી કુલ રૂ. ૧૮ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળના પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહ ખાતે પસાર કરાઈ હતી.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!