હળવદના સમલી ગામને હરિયાળું તેમજ રળીયામણુ બનાવવા માટે ૫૦ વૃક્ષોનું રોપણ

Spread the love

સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રી સહિતનાઓએ વૃક્ષો જતન કરવાના લીધા સંકલ્પો

ગામને હરિયાળું તેમજ રળિયામણુ બનાવવા માટે આજે સમલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારના ૫૦ જેટલા વૃક્ષોનું રોપણી કરી જતન કરવાના સંકલ્પો લીધા હતા આ  કાર્યક્રમમાં સરપંચ, ઉપ સરપંચ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

હાલ જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પિડાઈ રહ્યું છે ત્યારે વૃક્ષો વાવણીના એક અભિયાન સ્વરૂપે હાથમાં લઈને આજે હળવદ તાલુકાના સમલી ખાતે લીમડો, વડ,કરેણ,પીપળ સહિતના છાયા આપતાં તેમજ આયુર્વેદમાં ઉપયોગી થાય તેવાં ૫૦ વૃક્ષોનુ  રોપણી કરવામાં આવી હતી જેમાં સરપંચ સરસ્વતીબેન મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામને હરિયાળું તેમજ રળિયામણું બનાવવા માટે

સમલી ખાતે દર વર્ષે ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય છે અને ફક્ત વૃક્ષારોપણ કરીને ભુલી નથી જતાં પરંતુ રોપણી કરેલાં દરેક વૃક્ષોનુ સો ટકા જતન કરવા માટે અમે સંકલ્પો લઈને તેનો ઉછેર પણ કરીએ છીએ.

હળવદના સમલી ખાતે આજે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સરપંચ સરસ્વતીબેન મહાદેવભાઈ પટેલ, ઉપ સરપંચ જસુભાઈ હંસરાજભાઈ રજપુત તલાટી કમમંત્રી યોગેશભાઈ પટેલ પટ્ટાવાળા જેન્તીભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો વૃક્ષારોપણ કાર્યક્રમમા જોડાયા હતા.

Avatar

Admin

Right Click Disabled!