કડીમાં રોગચાળો યથાવત : તંત્ર કાબૂ બહાર

કડીમાં રોગચાળો યથાવત : તંત્ર કાબૂ બહાર
Spread the love

કડી શહેરમાં વરસાદી મહોલની વચ્ચે રોગચાળાની સ્થિતિ યથાવત રહેવા પામી છે. છેલ્લા પંદર દિવસમાંજ શહેરમાં ડેન્ગ્યુ ના 300 થી વધારે કેસ અને મેલેરિયા તેમજ ટાઇફોઇડ ના અસંખ્ય કેસો નોંધાવા પામ્યા છે. શહેરના દરેક વિસ્તારોમાં ઘર દીઠ એક દર્દી જોવા મળે છે આમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.

કડી માં માત્ર ડેન્ગ્યુના જ 300 થી વધુ કેસ,ટાઇફોઇડ અને મેલેરિયા ના અનેક દર્દીઓ આરોગ્ય વિભાગ ના અધિકારીઓને રોગચાળા વિશે પૂછવામાં આવતા તેઓ ખુબજ ઓછા દર્દીઓ હોવાનું રટણ કર્યું હતું.અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 300 થી વધારે કેસ,મેલેરિયાના 70 કેસ તથા ટાઇફોઇડ ના પોઝિટિવ 40 જેટલા કેસો નોંધાતા પંથકમાં હાહાકાર મચી ગયો છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ યથાવત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા થી લઈને પ્રદુષિત પાણી ન લીધે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.આરોગ્ય ખાતા દ્વારા ઘેર ઘેર જઇ તપાસ કરી ફોગીંગ તેમજ ખાડા ખાબોચિયામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હોવા છતાં આટલું પૂરતું નથી એવી શહેરમાં ચર્ચા થયી રહી છે. .જયારે વધુ રોગ ચાડો અટકાવા આરોગ્ય ખાતાની કુલ ૭ ટીમો હાલ કાર્યરત છે. દરેક વિસ્તારોનો સર્વ કરી દવાનો છંટકાવ કરવામાં આવે છે.

જયારે કડી નગરપાલિકા પાસે દવાનો છંટકાવ ને સર્વ માટે છો વ્યક્તિનો સ્ટાફ છે. જે કડી ની જનતા માટે ચિંતા નો વિષય છે. કડી ની જનતા માટે ચિંતા નો વિષય છે.કડી નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા ઉપર દેખરેખ રાખી ખાદ્ય ચીજોની રેકડીઓ,દુકાનો અને કેબીનો ઉઘાડ રાખીને વેચાણ કરતા ઈસમો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.

હાલ ચોમાસાની સીજન દરમિયાન ભવિષ્યમાં પાણીજન્ય રોગચાળો ના ફેલાય તેમાટે આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિસ્તારોમાં સર્વે કરી દવાનો છંટકાવ નિયમિત કરવામાં આવે તેવું નાગરિકો ઈચ્છા રહ્યા છે.સૌથી વધારે સુજાતપુરા રોડ પર ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે. જેમાં બાલાજી રેસીડેેન્સી સોસાયટીમાં ૬૦ થી વધુ કેસ ડેન્ગ્યુના જોવા મળ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!