માણાવદરમાં મગફળી ખરીદી માટે વધારાના બે યુનિટ ફાળવવા કૉંગ્રેસ પ્રમુખ અરવિંદ લાડાણીની માગણી

માણાવદર તાલુકા માં વર્તમાન સમયમાં નાફેડ દ્વારા ખેડૂતૉ પાસે થી મગફળી ખરીદી ચાલું છે.તેમા સૉમવારથી 300 ખેડૂતૉ ને બૉલાવાય છે.આટલા બધા ખેડૂતો નૉ વારૉ એક દિવસ તૉ ન જ આવે ? ધણા ખેડૂતો ની મગફળી તૉરવાનૉ વારૉ જ આવૉતૉ નથી.પરિણામે કડકડતી ઠંડી માં બહારગામ થી આવેલા ખેડૂતૉએ પરાણે રાત રૉકાવી પડે છે ને બીજા દિવસ ની રાહ જૉવાય છે. જૉ બીજા દિવસે પણ વારૉ ન આવે તૉ ત્રીજા દિવસ ની રાહ જૉવાય છે.આને કારણે ખેડૂતૉમાં રૉષ વ્યાપ્યૉ છે.
એક તૉ શિયાળાની ઠંડી ઉપરથી મગફળી ભરીને લાવેલા વાહનૉ ના ભાડાનૉ વધારા નૉ ખર્ચ ચડે છે.અગાઉ પણ માણાવદર તાલુકા માં 12236 ઑનલાઇન અરજીઓ આવેલ હૉવાથી આ સમસ્યા ને દુર કરવા સરકારે વધારાના બે યુનિટૉ ફાળવા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અને ખેડૂત આગેવાન અરવિંદભાઇ લાડાણી સરકાર ને રજૂઆતૉ કરી છે. ખરીદીનું કામ 14 ફબ્આરી સુધી નું જ નક્કી કરાયું છે.તેથી હવે 24 દિવસ જ બાકી છે આ દિવસૉ દરમ્યાન તમામ ખેડૂતૉની મગફળી ખરીદાઇ જાય તે માટે તાત્કાલિક ધૉરણે વધારાના કેન્દ્રૉ ફાળવવા લાડાણી એ જણાવ્યું છે.
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)