ઈકિવટી હ્યુન્ડાઈની નવી કાર ”ઔરા” નું શાનદાર લોન્ચીંગ

રાજકોટ શહેર ઈકિવટી હ્યુન્ડાઈના બન્ને શોરૂમ (૮૦ ફિટ અને કેકેવી ચોક) ખાતે નવી ”ઔરા” કારનું લોન્ચીંગ જી.એમ.હડિયા (પી.આઈ.થોરાળા પોલીસ સ્ટેશન) તથા એચ.એમ.ગઢવી (પી.આઈ. ક્રાઈમ બ્રાન્ચ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. નવી ”ઔરા”માં ઘણા ફર્સ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ અને બેસ્ટ ઈન સેગ્મેન્ટ ફીચર્સ સાથે ત્રણ વર્ષની અનલીમીટેડ કી.મી. વોરંટી અને ત્રણ વર્ષની રોડ સાઈડ આસીસ્ટન્સ સાથે મળશે જે હ્યુન્ડાઈના ૨૦ વર્ષ પુરા થતા ખાસ લાભ મળશે. પેટ્રોલમાં ૭ વેરિયન્ટ છે, ડીજલમાં ૪ વરીયન્ટ છે અને સી.એન.જી.માં પણ ૧ વેરિયન્ટ છે અને તેમાં ઓટોમૈટિક ૪ વેરિયન્ટ પણ સામેલ છે. એક્ષ- શોરૂમ રૂ.૫.૭૯ લાખથી શરૂઆત થાય છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)