સોશિયલ મીડિયામાં આદિવાસી નેતાઓની યાદી વાયરલ થતા આદિવાસી નેતાઓની ગાંધીનગરની દોડ શરૂ

Spread the love
  • સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે નર્મદાના વધુ બે આદિવાસી નેતાઓએ હાજરી આપી આદિવાસીઓને સમર્થન કર્યું.
  • વસમા નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી.ડી.વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો.દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી.

આદિવાસી નેતાઓને ડર છે કે આપણે આદિવાસીઓને સાથે રહીશું નહીં તો સરકારમાંથી અને સમાજમાંથી ફેકાઈ દઈશું.

રાજપીપળા,

સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર્ય છાવણી સેક્ટર 6 ગાંધીનગર ખાતે છે હાલ છેલ્લા પંદર દિવસથી ગુજરાતભરના આદિવાસી સંગઠનો આદિવાસી સમાજના લોકોનો જ જુવાનો ઉમટી રહ્યો છે, ઘેર આદિવાસીઓને ખોટા પ્રમાણપત્રો આપવા અંગે ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવેલ ચળવળ રંગ લાવી રહી છે જેમાં આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર બનતા હતા. જેનાથી આદિવાસી ના હક સમાપ્ત થઇ જતા હતા. જેથી ગુજરાત વિધાનસભામાં સરકારે કાયદો બનાવીને કમિટી બનાવી હતી ત્યારે આ કમિટીએ તપાસ કરીને અને 200 જેટલા પ્રમાણપત્ર રદ કર્યા અને ટ્રાયબલ કમિશનર અને તેમની ટીમે રદ થયેલા પ્રમાણપત્ર ની ફરી સમીક્ષા કરી, ત્યારે એવો આ દાવો કરવામાં આવી રહ્યો છે. કે આદિવાસીઓની અનામતો અન્ય લાભ લઇ રહ્યા છે.

આ બાબતે સંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજ પહેલો પાર્ટી પછી એમ જણાવી ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે પહોંચી જઈ આદિવાસીઓના આંદોલનને ટેકો જાહેર કરતા આદિવાસી સમાજમાં ઉત્સાહ આવ્યો છે. હવે આદિવાસી અધિકાર બચાવો સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ મામલે કોઇ ઉકેલ લાવવામાં નહીં આવે તો 24 ફેબ્રુઆરીના રોજ મળનાર બજેટ સત્ર ના દિવસે ગુજરાતભરમાંથી હજારો આદિવાસીઓ દ્વારા વિધાનસભા નો ઘેરાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં નર્મદામાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ ગાંધીનગરની દોટ શરૂ કરી પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે.

બે દિવસમાં નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી ડી વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો. દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને આદિવાસી તરીકે આદિવાસીઓના ખોટા પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિ દાખવી પોતાનું સમર્થન જાહેર કરી પોતાની હાજરી પુરાવી દીધી છે. આ અગાઉ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા સાંસદ મનસુખ વસાવા જઈ આવ્યા છે પણ હજી ઘણા નેતાઓનું સમર્થન મળ્યું નથી તેમને યાદ કરાવવા આદિવાસી સમાજીક આદિવાસી નેતાઓની યાદી બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે. જેમાં જણાવ્યું છે કે સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત આપણી સ્વાતંત્ર છાવણી સેક્ટર 6 ગાંધીનગર ખાતે રાહ જુએ છે.

આ યાદીમાં જશવંતસિંહ ભાભોર ભાજપા સાંસદ દાહોદ,ડૉ. કે.સી. પટેલ ભાજપા સાંસદ, વલસાડ, પરભુભાઈ વસાવા ભાજપા સાંસદ બારડોલી, ગીતાબેન રાઠવા ભાજપા સાંસદ છોટાઉદેપુર, રમણલાલ પાટકર ઉમરગામ ભાજપા ધારાસભ્ય રાજ્ય કક્ષાના મંત્રી, અરવિદભાઈ પટેલ ધરમપુર ભાજપા ધારાસભ્ય, નરેશભાઈ પટેલ ગણદેવી ભાજપા ધારાસભ્ય, મોહનભાઈ ધોડિયા મહુવા ભાજપા ધારાસભ્ય, ગણપતભાઈ વસાવા માંગરોળ ભાજપા ધારાસભ્ય કેબીનેટ મંત્રી, અભેસિહ તડવી સંખેડા ભાજપા ધારાસભ્ય, શૈલેશભાઈ ભાભોર લીમખેડા ભાજપા ધારાસભ્ય દાહોદ સાસંદ ના ભાઈ, રમેશભાઈ કટારા ફતેપુરા ભાજપા ધારાસભ્ય, કુબેરભાઈ ડિડોર સંતરામપુર ભાજપા ધારાસભ્ય, મોતીલાલ વસાવા પૂર્વ ધારાસભ્ય અને અધ્યક્ષ આદિવાસી મોરચો, છોટુભાઈ વસાવા ધારાસભ્ય બીટીપી, મહેશભાઈ વસાવા ધારાસભ્ય દેડિયાપાડા, મંગળભાઈ ગાંવિત ધારાસભ્ય ડાંગ કોંગ્રેસ, જીતુભાઈ ચૌધરી કપરાળા ધારાસભ્ય કોંગ્રેસ, પી ડી વસાવા નાંદોદ ધારાસભ્ય કોંગ્રેસ, મોહનસિંહ રાઠવા જેતપુર ધારાસભ્ય કોંગ્રેસ, રમેશભાઈ કટારા ફતેપુરા ધારાસભ્ય ભાજપા, અશ્વિનભાઈ કોટવાળ ખેડબ્રહ્મા ધારાસભ્ય કોંગ્રેસ વિધાનસભા દંડક, શબ્દશરણભાઇ તડવી આદિજાતિ મોરચો કેવડિયા ભાજપા ના નામોનો સમાવેશ થયો છે. આદિવાસી નેતાઓને ડર છે કે આપને આદિવાસી ઓની સાથે રહીશું નહીં તો સરકારમાંથી અને સમાજમાંથી ફેંકાઈ દઇશું એમ માનીને આદિવાસી નેતાઓની હવે ક્રમશઃ ગાંધીનગર દોટ લગાવી રહ્યા છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!