મોરબીમાં 27મીએ આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

Spread the love

મોરબી : સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી તથા મોરબી વૈદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે તા. 27/2/2020 ગુરુવારના રોજ ધન્વન્તરી ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે સવારે 9:00 થી 12:00 સુધી આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, મણકાની તકલીફ, ગરદનના દુખાવા વગેરેની આયુર્વેદિક અગ્નિ કર્મ તેમજ મર્મ ચિકિત્સા પધ્ધતિ મુજબ સારવાર કરવામાં આવશે. જાહેર જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય પ્રવિણભાઈ વડાવિયા, વૈદ્ય મિલનભાઇ સોલંકી સેવા આપશે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!