ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે સાપુતારાની મુલાકાત લીધી

ગુજરાતનાં એકમાત્ર હિલસ્ટેશન અને ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારામાં ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર યુસુફ પઠાણ ફરવા માટે આવ્યાં હતાં જેઓ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ, બાઈક રાઈડીંગ, સાયકલરાઈડ, બોટીંગ, તથા અન્ય પ્રવાસન સ્થળો ફરી સાપુતારામાં ડાંગનાં પાકો તેમજ વનસ્પતિઓ માંથી બનતી પ્રોડકટ તથા જ્યુસ, જેલી, વાંસનું આચાર, વેપ ક્રીમ, કસ, નાગલી પાપડ જેવી વિવિધ પ્રોડક્ટનો સ્વાદને માણી ખુશખુશાલ થયા હતા જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર (બેસ્ટમેન /બોલર) યુસુફ પઠાણ સાપુતારા ખાતે આવ્યા હોવાની જાણ સાપુતારામાં થતાં તેમના પ્રસંશકો મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)