ચિલોડા નજીક મહિલાઓ પાસેથી પૈસા પડાવવા બાબતે પોલીસકર્મીઓની ગાડી પર કર્યો હુમલો..!

નાના ચિલોડા રિંગ રોડ પર બુધવારે રાત્રે પોલીસ અને પબ્લિક વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં સ્થાનિક લોકોએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો એટલું જ નહીં લોકોના ટોળાએ પોલીસની ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટના બાદ 12 ગાડીઓ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હતો અને તમામ ઘટનાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર ચિલોડા રિંગ રોડ પર ગત મોડી રાત્રે પોલીસ અને પ્રજા વચ્ચે મહિલાઓ પાસેથી પૈસા પડાવવા બાબતે પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી. ટોળું વધારે ભેગુ થઈ જતા પોલીસ ટોળા ને ભગાડવા લાગી હતી. જેથી લોકોએ રોષ પ્રગટ કરીને તોડફોડ કરી હતી. આ મામલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી.વાઘેલાએ આવીને લોકો પર લાઠી વરસાવી હતી. જેથી લોકોનું ટોળું હિંસક બન્યું હતું. જે બાદ પોલીસના કાફલાએ આવીને તમામ વિસ્તારને તાત્કાલિક બંધ કરાવી દીધો હતો.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ