મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ

મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ
Spread the love
  • રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ
  • ઈન્ડ્સ ટાવર લિમિટેડ અને 13 હજાર મિલકત વેરો બાકી હતો એવા નિઝામશાહ દરગાના ભાડુઆત મોબિન ખાન બલુચીની મિલકતને સિલ માર્યું
  • 6 નળ કનેક્શનનોને સિલ માર્યા

રાજપીપળા નગર પાલિકા દ્વારા વર્ષ 2019-2020 નો બાકી પડતો 1.25 કરોડનો વેરો ભરાવા મામલે 1025 થી વધુ મિલકત દારોને નોટિસ ફટકારી દિન 15 માં વેરો ભરવાની ચીમકી આપતા ફફડાટ ફેલાયો હતો.જેમાં આ બાકીદારોમાં મોટે ભાગે સરકારી કચેરીઓના મિલકત વેરા ભરવાના બાકી પડે છે.રાજપીપળા પાલિકાનો વેરો ન ભરવામાં સરકારી કચેરીઓ અવવલ નંબરે રહેવા પામી છે.એ નોટિસ અપાયા બાદ પણ અત્યાર સુધી આશરે 10 થી 15 લાખ રૂપિયાની જ વસુલાત થઈ છે.

જેને કારણે રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલ આકરા બન્યા છે.અને વેરા વસૂલી માટે અલગ અલગ ટિમો બનાવી હતી અને ડોર ટુ ડોર વેરા વસુલાત માટે અને જો વેરો ભરવામાં આનાકાની કરે તો મિલકત સિલ મારવાની કડક સૂચના આપી હતી.એ મુજબ પાલિકાની વિવિધ ટિમો વેરા વસુલાત માટે નીકળી હતી દરમિયાન એ ટીમોએ 2 મિલકત પૈકી 1 લાખનો વેરો બાકી હતો એવી ઈન્ડ્સ ટાવર લિમિટેડ અને 13 હજાર મિલકત વેરો બાકી હતો એવા નિઝામશાહ દરગાના ભાડુઆત મોબિન ખાન બલુચીની મિલકતને સિલ માર્યું હતું જ્યારે 6 નળ કનેક્શનનોને સિલ માર્યા હતા.

31મી માર્ચ સુધી જો વેરો નહિ તો એની મિલકત સિલ મરાશે : જયેશ પટેલ (મુખ્ય અધિકારી રાજપીપળા નગરપાલિકા)

રાજપીપળા પાલિકાના મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે આગામી 31 મી માર્ચ સુધી બાકી મિલકત વેરો ન ભરનારની મિલકત સિલ મારવામાં આવશે. રાજપીપળા પાલિકા કચેરી રજાના દિવસોમાં પણ વેરો ભરાય એ માટે ખુલ્લી રહેશે.

તો શું સરકારી કચેરીની મિલકત પણ સિલ મરાશે?

31મી સુધી વેરો ન ભરનારની મિલકત સિલ મરાશે એવી ચીમકી રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારીએ આપી છે ત્યારે રાજપીપળા શહેરમાં સરકારી કચેરીઓનો પણ મિલકત વેરો બાકી પડે છે.તો શુ તેઓ વેરો નહિ ભરે તો એ મિલકતો પણ સિલ મરાશે કે પછી આમ નાગરિકોની મિલકત સિલ મરાશે એ પ્રશ્ન હાલ વહેતો થયો છે.

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા

IMG-20200306-WA0049.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!