જૂનાગઢ : પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર ખાતે બોગસ રિસીપ્ટના ગુન્હામાં પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જૂનાગઢ વિભાગ, જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જે.રામાણી, હે.કો. મનસુખભાઇ, વિકાસભાઈ, પો.કોન્સ. ભનુંભાઈ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનન ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાંના ગુન્હામાં આરોપી પ્રવીણ ઉર્ફે પીપી પૂંજાભાઈ સોલંકી આહીર ઉવ. રહે. ઘેડ બામણાશા તા. કેશોદ જી. જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી પ્રવીણ ઉર્ફે પીપી પૂંજાભાઈ સોલંકી આહીરની પૂછપરછ કરતા, આ આરોપીએ ભૂતકાળમાં ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે આજ પ્રકારના ગુન્હામાં પકડાયેલ, એ સિવાય કોઈ બીજા ગુન્હા કરેલા નથી, પોતે ક્યાંય પકડાયેલ નહિ હોવાની તેમજ પોલીસમાં બીજીવાર જ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જે.રામાણી, હે.કો. મનસુખભાઇ, વિકાસભાઈ, પો.કોન્સ. ભનુંભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી. પકડાયેલા આરોપી પ્રવીણ ઉર્ફે પીપી પૂંજાભાઈ સોલંકી આહીર જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સને 2014ની સાલમાં જુગારના ગુન્હામાં/કેસમાં પકડાયેલા હોવાની તેમજ તેના વિરુદ્ધ અટકાયતી પગલાંઓ પણ લેવામાં આવેલ હોવાની વિગતો પોકેટ્ટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરવામાં આવતા, માહિતી આંગળીના ટેરવે પોલીસને હાથ લાગી ગયેલ હતી.
આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પૉકેટ કોપ મારફતે પકડાયેલ આરોપીઓ પોતાના ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસે તેની પોલ ખોલી નાખેલ હતી…!!! પકડાયેલ આરોપી પ્રવીણ ઉર્ફે પીપી સોલંકી ભૂતકાળમાં રાજકોટ જસાણી કોલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ, ત્યારે પણ એકાદ વખત કોલેજ કાળ દરમિયાન પણ સામાન્ય મારામારીના ગુન્હામાં સને 1993/94 મા પણ પોલીસમાં પકડાયેલાની કબૂલાત કરી હતી. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ