જુનાગઢ : માંગરોળમાં સિંધી સમાજના કપુર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન આરેણાનુ ૧૦૦મું ચક્ષુદાન

માંગરોળમાં તા.૧૫-૦૩-૨૦૨૦ ફાગણ વદ સાતમના દિવસે સિંધી સમાજના કપુર પરિવારના બ્રહ્મ ખત્રી સિંધી રેવતીબેન કેવલરામ કપુર (ઉ.વર્ષ.૭૫) {રહે.કરજુ ફળીયા,માંગરોળ.}કે જેઓ રામચંદ્ર કેવલરામ કપુર(પેરીશ ક્લોથ સ્ટોર) ના માતૃશ્રી થાય છે. જેમનુ હદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના બન્ને ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં લોએજ ગામનારાજેશભાઈ સોલંકી તેમજ હરદીપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા. જેમને સહકાર આપવામાં સહદેવભાઈ જોટવા હાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા.
બ્રહ્મખત્રી રેવતીબેનએ ભુલોકને છોડી પરલોક જતા જતા પોતાના ચક્ષુનુ દાન કરીને પોતાનો દેહ પાવન કર્યો છે અને માનવસેવાના કાર્યમાં પોતાનુ યોગદાન આપ્યુ છે તેને શિવમ્ ચક્ષુદાન હંમેશ માટે યાદ રાખશે.અને ખરા હદયથી શ્રધ્ધાંજલી અર્પે છે. તેમજ પંકજભાઈ રાજપરા દ્વારા મળતા સહકાર બદલ તેમનો પણ આભાર માને છે. આ ઉપરાંત માંગરોળ અધ્યારુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ જરુર પડ્યે સહકાર અને મદદ કરવામાં આવે છે આ તકે અમો તેમના પણ આભારી છે.
આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા,સિંધી સમાજ આગેવાન નાનુભાઈ શીતલદાસ સોમૈયા, અશોકભાઈ દુર્ગાદાસ ક્રિષ્લાણી તેમજ સગાવહાલાં અને પાડોશીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મહર્ષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ કપુર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાનના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે. કપુર પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે. કપુર પરિવાર દ્વારા થયેલ આ મહાદાનથી શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા ૧૦૦ ચક્ષુદાન પૂર્ણ થયા છે.
કપુર પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,શ્રી ડુંગગુરુ સ્થા.જૈન યુવક મંડળ-જુનાગઢ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી પ્રભુ આપે તેવી પ્રાર્થના તેમજ બ્રહ્મ ખત્રી રેવતીબેનના આત્માને પ્રભુના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
॥ જય શ્રી કૃષ્ણ ॥
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ