માંગરોળ ખાતે HSRP નંબર પ્લેટ માટે ફીટમેન્ટ કેમ્પ યોજાશે
આર.ટી.ઓ.કચેરી જૂનાગઢ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે HSRP નંબર પ્લેટ લગાડવા ફીટમેન્ટ કેમ્પ તા.૧૭/૩/૨૦ના રોજ વિશાલ ટ્રેકટર,ઝમઝમ કાંટા, માંગરોળ ખાતે સવારના ૧૦ થી ૭ કલાક સુધી યોજાશે. ફીટમેન્ટ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ તેમના વાહનની આર.સી બુક તથા વાહનમાલીકના આધારકાર્ડ સાથે હાજર રહી રજીસ્ટ્રેશન તથા નિયત ફી ભર્યા બાદ સંબંધીત વાહનને HSRP નંબર પ્લેટ ફીટ કરી આપવામાં આવશે. તેમ આર.ટી.ઓ જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
જૂનાગઢ બ્યુરોચીફ