છેલ્લા બે વર્ષથી અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ

છેલ્લા બે વર્ષથી અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ
Spread the love

ગરુડેશ્વર પંથકમાં છેલ્લા બે વર્ષથી અપહરણ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને નર્મદા એસીબી પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ની સુચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવાની સૂચના મળતાં એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર એલસીબી નર્મદાને સુપરવિઝન હેઠળ તથા સી.એમ.ગામીત પો.સ.ઇ એલસીબી નર્મદા તેમજ એલસીબી ટીમ દ્વારા ગરુડેશ્વર પોલીસ મથકના ગુનાના કામે નાસતો ફરતો આરોપી સતિષભાઈ જયરામભાઈ તડવી (રહે વાડી ફળિયા ગરુડેશ્વર ) છેલ્લા બે વર્ષથી ગુનાના કામે નાસતો ફરતો હતો તેને મોરબી ખાતેથી આરોપીને ઝડપી પાડી અટક કરી પોલીસને સોંપી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200316-WA0036.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!