કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ

કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ
Spread the love
  • રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરાણા વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા, રાજપીપળાની તમામ સ્કૂલોના બાળકો ને છોડી મુકાયા.
  • શિક્ષકો ફરજ પર ચાલુ રહ્યા હતા ધોરણ 10 – 12 બોર્ડની પરીક્ષા ચાલુ રહ્યું.
  • 16 માર્ચથી 29 માર્ચ સુધી રજા જાહેર કરતાં સૂચના નોટિસ બોર્ડ પર મૂકી દેવાઈ.
  • શાળા, કોલેજ, મોલ, થિયેટર બંધ રખાતા રાજપીપળા સહિત નર્મદા કોરોના વાયરસને લીધે ફફડાટ.
  • મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઈઝરની માંગ વધી બજારોમાં ભીડ ઓછી થતા ધંધા પર કોરોના ની અસર.

વિશ્વભરમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવ્યા પછી ગુજરાતમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં બે સપ્તાહ માટે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાની શાળાઓમાં ધોરણ 9 અને 11 ની સ્કૂલો ચાલુ છે, ત્યારે આજે વિદ્યાર્થીઓ શાળા એ આવ્યા હતા ત્યારે કોરોના વાયરસને કારણે આગમચેતીના પગલારૂપે નર્મદા સહિત ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારીની સુચના અનુસાર રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરોના વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા હતા, અને આચાર્યો દ્વારા રાજપીપળાની તમામ સ્કૂલના બાળકોને છોડી મૂકાયા હતા. જોકે શિક્ષકો ફરજ પર ચાલુ રહ્યા હતા અને ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા પણ ચાલુ રહી હતી. રાજપીપળાની સ્કૂલોમાં 16 માર્ચ થી 29 માર્ચ સુધી રજા જાહેર કરી કરતી સુચના બોર્ડ નોટીસ બોર્ડ પર મૂકી દેવાઇ હતી. જેને વાંચવા કુતૂહલ ભરી નજરે વિદ્યાર્થી વાલીઓના ટોળા ઉમટયા હતા.

જોકે બે સપ્તાહ શાળાઓ બંધ રહેતા ધોરણ 9 અને 12 ની વાર્ષિક પરીક્ષાઓ પણ અટવાઈ ગઈ હતી. જો કે સરકારના આદેશ મુજબ પરીક્ષા પાછી ઠેલવા લેવામાં આવશે, તેવી જાણકારી થી વાલી વિદ્યાર્થીઓમાં મૂંઝવણમાં મૂકાઇ હતી. જોકે શાળા, કોલેજ, મોલ, થિયેટર બંધ રખાતા રાજપીપળા સહિત નર્મદા માં કોરોના વાઇરસને લીધે લોકોમાં છૂપો ફફડાટ ફેલાયો હતો અને સ્વયં તકેદારીના પગલાં લેતા નજરે પડ્યા હતા. રાજપીપળાની મેડિકલ સ્ટોરમાંની માંગ વધી ગઈ હતી. બજારોમાં ભીડ ઓછી થતાં ધંધા પર કોરોનાની અસર પણ જોવા મળી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200316-WA0045.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!