સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાઈનાથી 04 લોકો આવ્યા હોવાની માહિતીથી તંત્ર દોડતુ થયુ

- મેડિકલ ટીમ રવાના કરી એમના પાસપોર્ટ તપાસતા તો તેઓ તાઇવાનના હોવાનુંબહાર આવ્યુ
- મેડિકલ ચેક અપ હાથ ધરતા રિપોર્ટ નોર્મલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
- રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં USA થી 23 વર્ષીય એક યુવાન આવ્યો છે.
- એ યુવાનને 14 દિવસ સુધી હોમ કોરનટાઈલ કરી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા રોજે રોજ એનું મેડિકલ ચેક અપ
હાલ કોરોના વાયરસના ભારતમાં 116 કેસ નોંધાયા છે,અત્યાર સુધી દેશના દરેક રાજ્યોમાં કોરોના દસ્તક દઈ ચુક્યો છે, 2 વ્યક્તિના મોત પણ થયા છે.કોરોના વાયરસને લઈને હાલ અલગ અલગ પ્રકારની અફવાઓનું બજાર ગરમ થયું છે. ત્યારે એવી જ એક અફવા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે પણ ફેલાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચાઈનાથી 4 લોકો આવ્યા હોવાની બાબત નર્મદા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ મનોજ કોઠારીને કોઈકે જણાવી હતી. બાદ તુરંત એમણે ડો.કશ્યપને મેડિકલ ટિમ સાથે ત્યાં રવાના કર્યાહતા . એમના પાસપોર્ટ તપાસ્યા તો તેઓ તાઇવાનના હોવાનું સાબિત થયું હતું બાદ એમનું મેડિકલ ચેક અપ પણ હાથ ધરાયુ હતું.તમામના રિપોર્ટ નોર્મલ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
કોરોના વાયરસને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે નર્મદા જિલ્લામાં તકેદારીના પગલાંના ભાગરૂપે સઘન મોનીટરીંગ અને સુપરવાઈઝિંગની કામગીરી ચાલી રહી છે. એ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે એ હેતુથી જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા મંજુર ન કરવા જણાવાયું છે. તો બીજી બાજુ રાજપીપળાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં USA થી 23 વર્ષીય એક યુવાન આવ્યો છે.એ યુવાનને 14 દિવસ સુધી હોમ કોરનટાઈલ કરી નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા રોજે રોજ એનું મેડિકલ ચેક અપ કરાઈ રહ્યું છે.ચેક અપ દરમિયાન જો એ યુવાનને શરદી, ખાંસી અથવા તાવના લક્ષણો દેખાશે તો એને તુરંત સારવાર માટે દાખલ કરાશે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા