વાવડી ગ્રામ પંચાયત દ્વારા વાસી ખોરાક વેચવા પર પ્રતિબંધ, થૂંકબાજને દંડ પણ ફટકારાશે

Spread the love

મોરબી : વિશ્વની અંદર હાહાકાર મચાવનાર કોરોના લઈને હવે મોરબી જિલ્લાની એક ગ્રામપંચાયત પણ હરકતમાં આવી છે. નાની વાવડી ગ્રામપંચાયત દ્વારા કોરોના સામે સાવચેતીના પગલાં લઈ કેટલીક સૂચનાઓ સાથેની ગાઈડલાઈન જારી કરી છે. સમગ્ર વિશ્વની અંદર કોરાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે મોરબી જીલ્લાની નાનીવાવડી ગ્રામ પંચાયત દ્વારા જાહેર સૂચનાઓ જારી કરવામાં આવી છે.

નાનીવાવડી ગામમાં આવેલ દુકાનો લારીઓ પર વાસી ખોરાક વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ દુકાને કે રેંકડીઓમાં વાસી ખોરાક જોવા મળશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ નાનીવાવડી ગામની અંદર જાહેરમાં થૂંકવા સામે પણ પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ નહીં ભરે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Janak Raja

Janak Raja

Right Click Disabled!