રાજકોટ : દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સહાય

રાજકોટ : દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સહાય
Spread the love

ભાવનગર રોડના રેડ લાઈટ એરિયા ગણાતા વિસ્તારમાં ૧૦૦ જેટલી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલ જરૂરિયાતમંદ મહિલાઓને રાજકોટની દુર્ગા શક્તિ ટીમ તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયણા તેમજ શાકભાજીની કીટ બનાવીને વિતરણ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૪૬ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારને હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં હજારોની સંખ્યામાં લોકોને ક્લસ્ટર કવોરેન્ટન કરવામાં આવ્યા છે. ત્યારે અહીં જે પણ લોકો પોતાના ઘરમાં જમવાનું નથી બનાવી શકતા તેવા તમામ લોકોના ઘરમાં ગરમા-ગરમ ભોજન પહોંચાડવાનું કામ હાલ રાજકોટ પોલીસ સામાજિક સંસ્થાઓના સહયોગથી કરી રહી છે. રાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200429-WA0004.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!