રાજુલા-સાવરકુંડલાના વિવિધ ગામોમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક અંગે જાહેરનામું
અમરેલી : રાજુલાના વડ, મજાદર, ઝીંઝકા, ડુંગર અને ખાખબાઈ તેમજ સાવરકુંડલા તાલુકાના ગાધકડા, જાંબુડા, પાટી, સુરજવડી અને કેદારીયા ગામમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક કરવામાં આવનાર છે. જેમાં સામાન્ય ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની ઉંમર તેમજ ધો. ૧૦ પાસની લાયકાત ધરાવતા હોવા જોઇએ પરંતુ આવા ઉમેદવાર ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. પસંદગી પામનારને નિયમોનુસાર માનદ વેતન ચૂકવવામાં આવશે. સબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મળી રહેશે.
જે અરજીપત્રક તા. ૩૦-૬-૨૦૨૦ સુધીમાં મામલતદાર કચેરી રાજુલા રજિસ્ટ્રી ટેબલે તથા તા: ૨૦-૬-૨૦૨૦ સુધીમાં સાવરકુંડલા મામલતદાર કચેરી રજિસ્ટ્રી ટેબલે પહોંચાડવાનું રહેશે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વયમર્યાદા તથા સરકાર દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા માટે નિમણૂંક મેળવવા હક્કદાર બની જતા નથી. અરજીપત્રકની સાથે શૈક્ષણિક લાયકાત, રહેઠાણના આધાર માટે રેશનકાર્ડની નકલ, ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સારા ચરિત્રનું પ્રમાણપત્ર સહિતના દસ્તાેવેજો જોડવા જણાવવામાં આવ્યું છે.
સુમિત ગોહિલ (અમરેલી)
જિલ્લા માહિતી કચેરી
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)