રાજકોટ : એસ.ટી. બસ પોર્ટ 22 જુન સોમવારથી મુસાફરો માટે ખુલ્લુ મુકાશે

રાજકોટ શહેર એસ.ટી.બસ પોર્ટ ૨૨ જુન સોમવારથી મુસાફરો માટે ખુલ્લું મુકાશે. ૨૨ જૂનથી ખોલવાની રાજકોટ શહેર કચેરી દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના નવા બસ સ્ટેશન ઉપરથી ૪૦% બસો ઊપડશે. તેમજ મંગળવાર કે ગુરુવાર સુધીમાં પ્લેટફોર્મ નંબર ૧ થી ૧૦ ની બસ ઉપડશે. અમદાવાદ-ઉતર-દક્ષિણ-મધ્ય ગુજરાતની બસો ઊપડશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છની બસો શાસ્ત્રી મેદાન પરથી ઊપડશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)