મોરબીમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાશે
- દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી પ્રશ્નોનું નિરાકરણ લવાશે
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્વારા ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાના દિવ્યાંગજનો સુધી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની જાણકારી આપવામાં આવશે. આ વેબીનારમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દિવ્યાંગોને લગતી યોજનાની માહિતી આપી તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.
આ વેબીનારમાં જોડાવા ગૂગલ મીટ એપ લિંક https://meet.google.com/nbo-ikrc-uqz માં તા.૦૩/૧૨/૨૦૨૦ના સમય:૦૨:૦૦ થી ૦૩:૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગજનોએ જોડાવવા મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
અહેવાલઃ ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી
રીપોર્ટ : જનક રાજા (મોરબી)