રાજકોટ : મધ્યસ્થ જેલમાં વધુ એક વખત બિનવારસી હાલતમાં મોબાઈલ મળી આવતા ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ : મધ્યસ્થ જેલમાં વધુ એક વખત બિનવારસી હાલતમાં મોબાઈલ મળી આવતા ફરિયાદ નોંધાવાઇ
Spread the love

રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં વધુ એક વખત બિનવારસી હાલતમાં મોબાઈલ મળી આવતા પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવાઇ છે. જડતી સ્ક્વોડે બેરેક નંબર-૪ માં બાથરૂમના છજા ઉપરથી નાઈટડ્રેશના કાપડમાં વીંટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલો સીમકાર્ડ વિનાનો ફોન અને ચાર્જર કબ્જે કરી F.S.L માં મોકલી દિધા છે. રાજકોટ જીલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો હજુ યથાવત રહેવા પામ્યો છે.

દરમિયાન ગઈકાલે જેલર કે.એસ.પટણી જડતી સ્ક્વોડ સાથે જેલમાં તપાસમાં હતા દરમિયાન નવી જેલ-૨ માં યાર્ડ નંબર-૨ ની બેરેક નંબર-૪ ના બાથરૂમની બારીના છજા ઉપરથી નાઈટડ્રેસના કાપડમાં વીંટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલ બેટરી-સીમકાર્ડ વગરનો ફોન અને ચાર્જર મળી આવતા અજાણ્યા કેદી સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. જેની તપાસ P.S.I બી.વી. બોરીસાગર ચલાવી રહ્યા છે. સીટની રચના થયા બાદ આવી પ્રતિબંધિત વસ્તુઓ મળવાનું માંડ ઓછું થયું હતું. ત્યાં ફરી એકવાર ફોન મળી આવતા જેલ તંત્રની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201220-WA0009.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!